બ્રિટનમાં જોવા મળેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેઇન બાદ દુનિયાભરના દેશોની ચિંતામાં વધારો થયો છે, ત્યારે અમેરિકાની કંપની મોડર્ના ઇન્કે બુધવારે ધારણા વ્યક્ત કરી હતી કે તેને વિકસિત કરેલી કોરોના વેક્સિન બ્રિટનમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેન સામે પણ સંપૂર્ણ રીતે પ્રભાવશાળી છે. કંપનીએ કોઇપણ નવા લક્ષણો સાથેના કોરોના વાઇરસ સામે વેક્સિનની એક્ટિવિટીને કન્ફર્મ કરવા પરીક્ષણ કરવાની પણ યોજના બનાવી છે.

મોડર્નાની વેક્સિનને અત્યાર સુધી અમેરિકા અને કેનેડાએ મંજૂરી આપી છે. મોડર્ના સહિત કેટલીક દવા કંપનીઓએ કોરોના વેક્સિન બનાવી છે. મોડર્ના અને ફાઇઝરની વેક્સિન અમેરિકાને લોકોને આપવાની શરુઆત થઈ છે. વા સમયે બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળતા આ વેક્સિનની ઉપયોગિતા અને ક્ષમતા અંગે સવાલ ઉભા થયા છે. લોકોના મનમાં સવાલ છે કે શું આ વેક્સિન નવા સ્ટ્રેન સામે પણ અસરકારક છે કે નહીં?

એક નિવેદનમાં મોડર્નાએ જણાવ્યું હતું કે તે કોરોનાના આ નવા સ્ટ્રેન સામે તેના વેક્સિનના ટેસ્ટીંગની યોજના બનાવી રહી છે. કંપનીએ જણાવ્યું કે તેમને આશા છે કે તેમની આ વેક્સિન કે જેને હાલમાં જ અમેરિકામાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છએ, તે આ નવા સ્ટ્રેન સામે પણ અસરકારક છે. મોડર્ના કંપની પોતાની વેક્સિનને ચકાસવા માટે નજીકના સમયમાં જ વધારાના પરીક્ષણ કરશે.

બ્રિટનમાં મળેલા કોરોનાન નવા સ્ટ્રેનને કારણે ઉભા થયેલા ડરના માહોલ વચ્ચે આ સમાચાર આશા જગાવનારા છે. ફાઇઝરની વેક્સિનનની જેમ જ મોડર્નાની વેક્સિનને પણ ઓછા તાપમાન ઉપર સ્ટોર કરવી પડે છે. ટેસ્ટીંગની અંદર આ વેક્સિનની અસરકારતા 94 ટકા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.