ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદીનની ઉજવણી કરવા વારાણસીમાં ભારત માતામંદિર ખાતે 71 દિવા સાથે રંગોળી બનાવવામાં આવી હતી. . (PTI Photo)

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭મી સપ્ટેમ્બરે ૭૧મા વર્ષમાં પ્રવેશ્યા હતા. તેની ઉજવણિના ભાગરૂપે તેઓને મળેલી ભેટો અને મોમેન્ટોઝનું લીલામ કરાયું હતું. આ ભેટો પૈકી ટોકિયો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ-મેડલ વિજેતા નીરજ ચોપરાએ ભેટમાં આપેલા ભાલાનો પણ સમાવેશ થાય છે.

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે તેઓના શુભેચ્છા સંદેશામાં વડાપ્રધાનને દીર્ઘાયુ મળે, અને રાષ્ટ્રની અવિરત સેવા ઉત્સાહપૂર્વક કરતા રહો. રાહુલ ગાંધીએ તેમના શુભેચ્છા સંદેશામાં ”હેપ્પી-બર્થ-ડે મોદીજી-” તે પ્રમાણે ટ્વિટ ઉપર લખ્યું હતું. જ્યારે દલાઈ લામાએ તેઓને, જનસામાન્યમાં વિશ્વાસની પુનઃસ્થાપના કરવા માટે અને તે પણ કોવિડ-૧૯ જેવી મહામારી વચ્ચે તેમણે જગાવેલી શ્રદ્ધાની પ્રશંસા કરી હતી. તેઓએ પાઠવેલા પત્રમાં લખ્યું હતું કે તમોને જન્મદિન નિમિત્તે અભિનંદનો, તમો લાંબું અને તંદુરસ્ત જીવન જીવો તેવી મારી અંતરની ઇચ્છા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ભારતમાં વસતા તિબેટીઓ માટે ભારત માત્ર આધ્યાત્મિક કેન્દ્ર જ ન રહેતાં, તે અમારૂં ભૌતિક નિવાસસ્થાન બની રહ્યું છે. અમિત શાહે પણ તેઓના શુભેચ્છા સંદેશમાં શ્રી મોદીએ રાષ્ટ્રની કરેલી સેવાઓની પ્રશંસા કરી હતી.