વર્લ્ડ બેંકની એથિક્સ કમિટીની વિનંતીના આધારે લો ફર્મ-વિલ્મરહેલ દ્વારા તૈયાર કરવામાં આવેલા રીપોર્ટમાં વર્લ્ડ બેંકમાં ચીનના પ્રભાવ અને અત્યારે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના મેનેજિંગ ડાયરેક્ટર જ્યોર્જિવા અને વર્લ્ડ બેંકના તત્કાલિન પ્રેસિડેન્ટ જિમ યોંગ કિમના ચૂકાદા અંગે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
આ અંગે જ્યોર્જિવાએ જણાવ્યું હતું કે, તેઓ આ રીપોર્ટના ‘તારણો અને અર્થઘટન સાથે મૂળભૂત’ રીતે અસહમત છે અને તેમણે IMFના એક્ઝિક્યુટિવ બોર્ડને જાણ કરી હતી.
વર્લ્ડ બેન્ક ગ્રૂપ દ્વારા ગુરુવારે બિઝનેસ ક્લાઇમેટ્સ પરનો સમગ્ર ‘ડુઇંગ બિઝનેસ’ રીપોર્ટ રદ્ કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે, ઇન્ટરનલ ઓડિટ અને વિલ્મરહેલની તપાસથી ‘બોર્ડના ભૂતપૂર્વ અધિકારીઓ તેમજ બેંકના વર્તમાન કે ભૂતપૂર્વ કર્મચારીઓ સામે નૈતિક બાબતો ઊભી થઈ છે.’
આઇએમએફ અને વર્લ્ડ બેંકમાં અમેરિકાના પ્રબળ શેરહોલ્ડિંગ્સનું સંચાલન કરનાર યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, તેમણે ‘ગંભીર તારણો’ તરીકે ઓળખાતું વિશ્લેષણ કર્યું હતું.
વિલ્મરહેલના રીપોર્ટમાં, ચીનના ક્રમને વધારવા માટે રીપોર્ટની પદ્ધતિ બદલવા માટે કિમની ઓફિસના વરિષ્ઠ કર્માચારીઓના ‘પ્રત્યક્ષ અને પરોક્ષ દબાણ’ નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને કહેવાય છે કે કદાચ તેમના આદેશ મુજબ તેમ કરવામાં આવ્યું છે.
રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યોર્જિવા અને મુખ્ય સલાહકાર સિમોન ડીજાન્કોવે કર્મચારીઓ પર ‘ચીનના ડેટાપોઈન્ટમાં ચોક્કસ ફેરફાર કરવા’ અને તેના રેન્કિંગને વધારવા માટે દબાણ કર્યું હતું અને ત્યારે મોટી મૂડીની વૃદ્ધિ માટે બેંકે ચીનના સહયોગની માગણી કરી હતી. કિમે આ અંગે ટિપ્પણી કરવા માટેની વિનંતીનો જવાબ આપ્યો ન હતો. ડીજાન્કોવનો તાત્કાલિક સંપર્ક થઇ શક્યો નથી.
ઓક્ટોબર 2017માં પ્રકાશિત ‘ડુઇંગ બિઝનેસ 2018’ રિપોર્ટમાં ચીનનું રેન્કિંગ, ડેટા પદ્ધતિમાં ફેરફાર કર્યા પછી શરૂઆતના ડ્રાફ્ટ રીપોર્ટની તુલનાએ સાત સ્થાન વધીને 78મા ક્રમે પહોંચી ગયું હતું. વિવિધ દેશોને તેમના નિયમનકારી અને કાયદાકીય વાતાવરણ, બિઝનેસ સ્ટાર્ટઅપની સરળતા, નાણાકીય વ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય બિઝનેસ માટેના વાતાવરણને ધ્યાનમાં રાખીને ‘ડુઇંગ બિઝનેસ’ના રીપોર્ટમાં ક્રમ આપવામાં આવે છે.