(ANI Photo)

અમેરિકના પ્રેસિડન્ટ જો બાઇડન અને અને ફર્સ્ટ લેડી જીલ બાઇડને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં 22 જૂને વ્હાઇટ હાઉસમાં ખાનગી રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. તેમની સાથે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન અને તેમના ભારતીય સમકક્ષ અજીત ડોભાલ પણ જોડાયા હતા.

વોશિંગ્ટનમાં, વડા પ્રધાન મોદીનું એન્ડ્રુઝ એર બેઝ પર ઔપચારિક સ્વાગત અને ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને દેશોના રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યાં હતાં. વડાપ્રધાન ટ્વીટ કરીને જણાવ્યું હતું કે “વૉશિંગ્ટન ડીસીમાં આગમન, ભારતીય સમુદાયની ઉષ્મા અને ઈન્દ્રદેવતાના આશીર્વાદે આગમનને વધુ વિશેષ બનાવ્યું હતું.
પ્રેસિડન્ટ બાઇડન અને પ્રથમ મહિલા જીલ બાઇડને વડા પ્રધાન મોદીનું મોર અને કમળના થી શણગારેલા વ્હાઇટ હાઉસમાં સ્વાગત કર્યું હતું. અહીં તેઓએ શાકાહારી રાત્રિભોજનનું આયોજન કર્યું હતું.

મોદી અને બાઇડનને એકબીજાને શું ભેટ આપી

સત્તાવાર ભેટ તરીકે, વડા પ્રધાને પ્રેસિડન્ટ બાઇડનને હાથથી બનાવેલું ચંદનનું બૉક્સ અને ફર્સ્ટ લેડીને 7.5 કેરેટ ઇકો-ફ્રેન્ડલી ગ્રીન ડાયમંડ આપ્યો હતો. ચંદનના બોક્સમાં ભગવાન ગણેશની ચાંદીની મૂર્તિ, એક તેલનો દીવો અને ‘દસ દાનમ’ હતું. “દસ દાનમ”એ હિન્દુ પરંપરા મુજબનું દાન છે, જ્યારે કોઈ વ્યક્તિ ‘દ્રષ્ટા સહસ્ત્રચંદ્રો’ બને ​​છે અથવા જેણે 80 વર્ષ અને આઠ મહિનાની ઉંમર પૂર્ણ કર્યા પછી એક હજાર પૂર્ણ ચંદ્રો જોયા હોય છે. વડાપ્રધાને જો બાઇડનને ‘ ઉપનિષદના દસ સિદ્ધાંત’ પુસ્તકની પ્રથમ આવૃત્તિની પ્રિન્ટની નકલ પણ ભેટ આપી હતી.

જીલ બાઇડને ભેટમાં આપેલા હીરાને કાગળના પલ્પમાંથી બનાવેલા બોક્સમાં મૂકવામાં આવ્યો હતો, જે કર-એ-કલમદાની તરીકે ઓળખાય છે.

પીએમ મોદીને બિડેન્સ પાસેથી હાથથી બનાવેલી એન્ટિક અમેરિકન બુક ગેલી મળી હતી. પ્રથમ દંપતીએ મોદીને વિન્ટેજ અમેરિકન કેમેરા, અમેરિકન વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીની હાર્ડકવર બુક અને રોબર્ટ ફ્રોસ્ટની કલેક્ટેડ પોઈમ્સની પ્રથમ આવૃત્તિની નકલ પણ ભેટમાં આપી હતી.

LEAVE A REPLY

19 − seven =