(ANI Photo)

કોંગ્રેસે રવિવારે દાવો કર્યો હતો કે મોદી સરકારે રાષ્ટ્રીય સ્મારકો અને પુરાતત્વીય સ્થળોની સુરક્ષા માટે બનેલા 2010ના કાયદાને નબળા બનાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ કોંગ્રેસ અને અન્ય પક્ષોના મક્કમ પ્રતિકારના કારણે જ અત્યાર સુધી સરકાર આ ધારાને નબળો પાડી શકી નથી.

કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે નેશનલ મોન્યુમેન્ટ્સ ઓથોરિટી (NMA) અંગે મીડિયા રીપોર્ટ એક્સ (ટ્વીટર) પર શેર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે ઓથોરિટીએ બિહારમાં વધુ એક કેન્દ્રીય સંરક્ષિત સ્મારકની જાળવણી અને વિકાસ માટે હેરિટેજ પેટા કાયદાનો મુસદ્દો જારી કર્યો છે. આ સ્મારક બિહારની રાજધાનીમાં સ્થિત અશોકાના મહેલ હોવાનું માનવામાં આવે છે.

જયરામે તેને મહાન ન્યૂઝ ગણાવ્યાં હતાં. આપણા સાંસ્કૃતિક વારસા જે સતત જોખમમાં છે તેના રક્ષણ માટે આ એક મોટું પગલું હતું. ઓથોરિટીએ અત્યાર સુધી 34 મોન્યુમેન્ટ માટે કુલ આઠ હેરિટેજ પેટાકાયદા જારી કર્યાં છે. પરંતુ એ કહેવાની જરૂર છે કે મોદી સરકારે 2010ના કાયદાને નબળો પાડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ કોંગ્રેસ અને અન્ય પક્ષોના મક્કમ પ્રતિકારને કારણે મોદી સરકાર આવું કરી શકી નથી. તેમણે જણાવ્યું હતું કે આ ઓથોરિટીને મજબૂત કરવાની જરૂર છે.

LEAVE A REPLY

five × 4 =