(ANI Photo)

ભારતની રાજધાની દિલ્હીમાં હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા માટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)એ પગલાં લીધા હોવા છતાં સ્થિતિ ખરાબ હોવાનો ઉલ્લેખ કરીને સુપ્રીમ કોર્ટે મંગળવારે દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન સરકારોને તેમને દ્વારા લેવામાં આવેલા પગલાંની માહિતી આપીને એફિડેવિટ ફાઇલ કરવાનો આદેશ આપ્યો હતો.

કોર્ટે જણાવ્યું હતું કે  દિલ્હીમાં ઘરની બહાર પગ મૂકવાનું પણ મુશ્કેલ બન્યું છે. પાંચ રાજ્યોને એક સપ્તાહમાં એફિડેટિવ દાખલ કરવાનો આદેશ આપીને કોર્ટે જણાવ્યું હતું કે સંબંધિત રાજ્યોએ પ્રદૂષણની સ્થિતિમાં સુધારો કરવા માટે કયા પગલાં લીધા છે તેની એફિડેવિટ ફાઇલ કરવી જોઈએ. કોર્ટે આ મામલાકની વધુ સુનાવણી સાત નવેમ્બરે નિર્ધારિત કરી હતી.

સર્વોચ્ચ અદાલતે CAQMને પ્રદૂષણની સમસ્યા ચાલુ થઈ તે સંબંધિત સમયગાળો, હાલની સ્થિતિ, એર ક્વાલિટી ઇન્ડેક્સ અને ખેતરોમાં આગની ઘટના વગેરે અંગે માહિતી આપવાનો આદેશ કર્યો હતો.

બીજી તરફ બોમ્બે હાઈકોર્ટે પણે મુંબઈમાં હવાના પ્રદૂષણની કથળતી જતી સ્થિતિની જાતે નોંધ લીધી હતી અને સત્તાવાળા પાસેથી જવાબ માંગ્યો હતો. હાઇકોર્ટે કથળતા જતા એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે આ મામલે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારો તથા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (MPCB) અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) પાસેથી જવાબ માંગ્યો હતો. કોર્ટે આ મામલાની સુનાવણી છ નવેમ્બરે નિર્ધારિત કરી હતી.

આ વર્ષે ઓક્ટોબરમાં દિલ્હીની હવાની ગુણવત્તા 2020પછી સૌથી ખરાબ રહી હતી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા અનુસાર રાજધાનીમાં આ ઓક્ટોબરમાં સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 210 નોંધાયો હતો, જે ગયા વર્ષે ઓક્ટોબરમાં 210 અને ઓક્ટોબર 2021માં 173 હતો.

 

LEAVE A REPLY

four + eight =