ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર, 30 ઓક્ટોબર 2021ના રોજ વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસને મળ્યા હતા. (PTI Photo)TWITTER IMAGE POSTED BY @narendramodi ON SATURDAY, OCT. 30, 2021**

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફાન્સિસ સાથેની મુલાકાત દરમિયાન ફ્રાન્સિસને ચાંદીની ખાસ બનાવટનુ કેન્ડલહોલ્ડર (કેન્ડલબ્રા) તથા ભારતના પર્યાવરણ જાળવણીના પગલાં અંગેનું એક પુસ્તક ભેટમાં આપ્યું હતું. ભારતના વડાપ્રધાન પોપ ફ્રાન્સિસ સાથે આ પ્રથમ મુલાકાત હતી.

મોદીએ 84 વર્ષના પોપને જણાવ્યું હતું કે આ હેન્ડલ હોલ્ડર ખાસ બનાવટનું છે અને આ પુસ્તક પર્યાવરણમાં ફેરફાર અંગેનું છે. પોપ પર્યાવરણના મુદ્દાને ખાસ મહત્ત્વ આપે છે.

વેટિકન ન્યૂઝના જણાવ્યા અનુસાર વડાપ્રધાને એક કલાક ચાલેલી બેઠકમાં રોમન કેથોલિક ચર્ચના વડાને ખાસ બનાવટનું સિલ્વર કેન્ડલહોલ્ડર અને એક પુસ્તક “ધ ક્લાઇમેટ ક્લાઇમ્બઃ ઇન્ડિયાઝ સ્ટ્રેટેજી, એક્શન્સ એન્ડ એચીવમેન્ટ્સ ” ભેટમાં આપ્યું છે.

ફ્રાન્સિસે મોદીને રણ એક બચીગો બનશે લખેલ તકતી આપી

પોપ ફ્રાન્સિસે પણ મોદીને બ્રોન્ઝ તકતી ભેટમાં આપી હતી, જેમાં કોતરેલું હતું કે “રણ એક બચીગો બનશે.” આ ઉપરાંત પાપલ ડોક્યુમેન્ટ્સ, વિશ્વ શાંતિ દિન માટે પોતાનો સંદેશ તથા પોપ અને અલ અઝહરના ગ્રાન્ડ ઇમામે અબી ધાબીમાં 4 ફેબ્રુઆરી 2019ના રોજ હસ્તાક્ષર કરવામાં આવેલા માનવ બંધુત્વ અંગેના દસ્તાવેજ પણ મોદીની આપવામાં આવ્યા હતા.

ફ્રાન્સિસ 2013માં પોપ બન્યા તે પછી તેમની સાથે મુલાકાત કરનાર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે. જૂન 2020માં ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપીએ વેટિકનની મુલાકાત લીધા હતા અને તત્કાલિન પોપ જોહન પોલ-2ને મળ્યા હતા.