Risk of stroke with Pfizer's covid booster and flu dose
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાના દસ રાજ્યોએ પ્રેસિડન્ટ જો બાઇડને ફેડરલ કોન્ટ્રાક્ટર્સ માટે આપેલા રસીકરણના આદેશને કોર્ટમાં પડકાર્યો છે. આ રાજ્યોએ આ આદેશ અટકાવવાની માગણી કરીને દલીલ કરી છે કે તેનાથી સંઘીય કાયદાનું ઉલ્લંઘન થાય છે.

આ કાનૂની દાવા પર અલાસ્કા, આર્કાન્સાસ, લોવા, મિસોરી, મોન્ટાના, નેબ્રાસ્કા, ન્યૂ હેમ્પશાયર, નોર્થ ડાકોટા, સાઉથ ડાકોટા અને વ્યોમિંગ રાજ્યોના એટર્ની જનરલ્સે હસ્તાક્ષર કર્યા હતા. આ દાવો શુક્રવારે મિસોરીની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો.

રાજ્યોએ ફેડરલ જજ સમક્ષ માગણી કરી છે કે ફેડરલ કોન્ટ્રાક્ટર્સના તમામ કર્મચારીઓને કોરોના સામે વેક્સિન આપવાના બાઇડનને નિયમને અટકાવવામાં આવે. તેમાં દલીલ કરવામાં આવી છે કે આ આદેશ ફેડરલ પ્રોક્યુરમેન્ટ કાયદાનું ઉલ્લંઘન કરે છે અને સંઘિય સત્તાની ઉપરવટ જાય છે.

મિસોરીના એટર્ની જનરલ એરિક શ્મીટે જણાવ્યું હતું કે જો કેન્દ્ર સરકાર ગેરબંધાયરણીય રીતે તેની સત્તા લાદે અને ફેડરલ કોન્ટ્રાક્ટર્સને વેક્સિનનો આદેશ આપવાની ફરજ પાડે તો માનબળ અને બિઝનેનસને બરબાદ થઈ જશે તથા તેનાથી સપ્લાય ચેઇન અને માનવબળની કટોકટી વધુ વિકટ બનશે.

ન્યૂ હેમ્પશાયરના રિપબ્લિકન એટર્ની જનરલ જોહન ફોર્મેલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફેડરલ સરકાર વેક્સિનેશનનો આદેશ આપી શકે નહીં અને તેથી આ ગેરકાયદેસર, બિનબંધારણીય પગલાને અટકાવવા માટે અમે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે કોવિડ-19 વેક્સિન સુરક્ષિત, અસરકારક અને પ્રોત્સાહિત કરનારી છે, પરંતુ લાભ મેળવવા માટે કાયદાનો ભંગ વાજબી નથી.
બાઇડને દલીલ કરી હતી કે સાર્વત્રિક વેક્સિનથી આ ઘાતક મહામારીનો અંત લાવવામાં મદદ મળશે, પરંતુ રિપબ્લિકશન્સ આનો રાષ્ટ્રવ્યાપી વિરોધ કરે છે અને કાનૂની પડકારો આપવાની ચીમકી આપી છે.