વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતના પ્રથમ સમાનવ અવકાશન મિશન ગગનયાન માટે તાલીમ લઈ રહેલા ચાર અવકાશયાત્રીના નામોની જાહેરાત કરી હતી.. (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતના પ્રથમ સમાનવ અવકાશન મિશન ગગનયાન માટે તાલીમ લઈ રહેલા ચાર અવકાશયાત્રીના નામોની જાહેરાત કરી હતી. આ ચાર અવકાશયાત્રીઓમાં ઇન્ડિયન એર ફોર્સના (IAF) ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, ગ્રુપ કેપ્ટન અજીત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર સુભાંશુ શુક્લાનો સમાવેશ થાય છે.

કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની મુલાકાત લેતી વખતે મોદીએ આ જાહેરાત કરી હતી.
ગગનયાન મિશન હેઠળ ભારતની માનવ અવકાશ ઉડાન ક્ષમતાનું પ્રદર્શન કરશે. ત્રણ દિવસના મિશન પછી ભારતીય સમુદ્રના પાણીમાં ઉતરાણ કરીને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવામાં આવશે.

ગગનયાન મિશન મારફત ત્રણ અવકાશયાત્રીઓને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષા સુધી લઈ જવામાં આવશે. આ માટે પહેલેથી તેમને પસંદ કરીને તેમને સખત તાલીમ આપવામાં આવે છે.

મોદીએ પોતાની જગ્યા પર ઉભા થઈને ચારેય અંતરિક્ષયાત્રીઓને સન્માનિત કર્યા હતા. તેમણે કહ્યું કે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ખાતે આપણે વધુ એક ઐતિહાસિક ઘડીના સાક્ષી બનવાના છીએ. આ ચારેય માત્ર કોઈ નામ નથી, પરંતુ એવા પરિબળો છે જે 140 કરોડ ભારતીયોની આકાંક્ષાને અંતરક્ષમાં લઈ જશે. ભારત ગગનયાનને અંતરિક્ષમાં મોકલશે ત્યારે તે આવી સિદ્ધિ મેળનારો માત્ર ચોથો દેશ બનશે. અત્યાર સુધીમાં ફક્ત અમેરિકા, રશિયા અને ચીન પોતાના અવકાશયાત્રીઓને સ્પેસમાં મોકલી શક્યું છે.

ગગનયાન મિશન માટે સેંકડો પાઈલટના ટેસ્ટ લેવાયા હતાં અને તેમાંથી માત્ર 12ને સિલેક્ટ કરાયા હતા. તેમાંથી અંતે ચાર ક્રુ મેમ્બરને સિલેક્ટ કરવામાં આવ્યા છે. ઈસરોએ 2020માં જ આ લોકોને તાલીમ માટે રશિયા મોકલ્યા હતા.

LEAVE A REPLY

five × one =