(Photo by PRAKASH SINGH/AFP via Getty Images)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાની સંપત્તિની માહિતી જાહેર કરી છે. ગયા નાણાકીય વર્ષ દરમિયાન મોદીની સ્થાવર મિલકતમાં 26 ટકાનો વધારો થયો હતો. 30 જૂન 2020ના રોજ મોદીની સંપત્તિ 2.85 કરોડ રૂપિયા હતી, જે અગાઉના વર્ષમાં 2.49 કરોડ રૂપિયા હતી.

મોદી પાસે ગાંધીનગરમાં 1.1 કરોડ રુપિયાનો પ્લોટ છે અને એક ઘર છે .જેમાં તેઓ પરિવાર સાથે એક હિસ્સાના માલિક છે.પીએમ મોદીનો પગાર બે લાખ રુપિયા છે. આ પગાર વૈશ્વિક સ્તરે બીજા નેતાઓના પગાર કરતા ઓછો છે. મોદીએ પણ કોરોનાના કારણે ઈકોનોમી પર પડેલી અસરને જોતા 30 ટકાનો પગાર કાપ બીજા મંત્રીઓની સાથે સ્વીકાર્યો છે.

30 જુનના રોજ મોદીના સેવિંગ્સ એકાઉન્ટનુ બેલેન્સ 3.38 લાખ રુપિયા હતુ. ગાંધીનગરની સ્ટેટ બેન્કની બ્રાન્ચમાં તેમના 1.60 કરોડ રુપિયા જમા છે, જે ગયા વર્ષે 1.27 કરોડ હતા. વડાપ્રધાન પર કોઈ દેવુ નથી. તેમની પાસે સોનાની ચાર અંગૂઠીઓ છે. તેઓ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ થકી ઈનકમ ટેક્સની બચત કરે છે. લાઈફ ઈન્સ્યોરન્સ માટે તેઓ 1.50 લાખ રુપિયા પ્રિમિયમ ભરે છે.