. (PTI Photo)

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે 5 ઓગસ્ટને ખાસ દિવસ ગણાવ્યો હતો અને આ દિવસે બનેલી ઘટનાઓની વાત કરી છે. અયોધ્યામાં બની રહેલી રામ મંદિરના ભૂમિપૂજનની પહેલી વર્ષગાંઠ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ અન્ન યોજનાના લાભાર્થીઓને સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લાભાર્થીઓ સાથે વાત કરી હતી.
વડાપ્રધાને 5 ઓગસ્ટને ખાસ દિવસ ગણાવીને કહ્યું છે કે, આ દિવસે 2 વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરી, ગયા વર્ષે રામ મંદિરનું ભૂમિ પૂજન થયું અને આજે ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે 41 વર્ષ પછી મેડલ જીત્યો છે.

વડાપ્રધાને વિરોધ પક્ષો પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કેટલાક લોકો રાજકીય સ્વાર્થમાં સેલ્ફ ગોલ કરવામાં જોડાયેલા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું, “આ જ 5 ઓગસ્ટ છે, જ્યારે ભવ્ય રામ મંદિરના નિર્માણ તરફ પહેલું પગલું રખાયું હતું. આજે અયોધ્યામાં ઝડપથી રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.” તેમણે કહ્યું, “આજે 5 ઓગસ્ટની તારીખ, ફરી એકવાર આપણા બધા માટે ઉત્સાહ અને ઉમંગને લઈને આવી છે. આજે જ ઓલિમ્પિકના મેદાન પર દેશના યુવાનોએ હોકીના પોતાના ગૌરવને ફરી સ્થાપિત કરીને લાંબી છલાંગ લગાવી છે.”