On the charge of indecent act, Dr. Order to remove Bhikhubhai Patel from medical register
પ્રતિક તસવીર

બર્મિંગહામના રિચમન્ડ રોડના 28-વર્ષીય શિક્ષક મોહમ્મદ તૈમૂર પર શાળાની વિદ્યાર્થિનીઓ પર જાતીય હુમલો અને શોષણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આરોપ છે કે તૈમૂરે છોકરીઓનું શોષણ કરવાના ઈરાદાથી પોતાની કારમાં ફેરવી હતી.

તેની 9 મેના રોજ ધરપકડ કરી શરતી પોલીસ જામીન પર છોડવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે શનિવારે વહેલી સવારે તેના ઘરેથી ફરી ધરપકડ કરી હતી. શાળાએ તૈમૂરને તેની નોકરીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે.

પોલીસ પ્રવક્તાએ ઉમેર્યું હતું કે “અમારા પ્રશિક્ષિત અધિકારીઓ શાળામાં વિદ્યાર્થીઓને મદદ કરી રહ્યા છે અને તપાસ ચાલુ રહે ત્યાં સુધી સલામતી ચાલુ છે તે માટે અમે ભાગીદારો સાથે કામ કરી રહ્યા છીએ”.