ગાઝા સિટીના બંદર પર, ઇઝરાયેલી હુમલો REUTERS/Mohammed Salem

ગાઝા પટ્ટીના શાસક હમાસના આતંકવાદી જૂથે શનિવારે સવારના સમયે ઇઝરાયેલ પર કરેલા ઓચિંતા ભીષણ હુમલામાં પછી ચાલુ થયેલા જંગમાં રવિવાર સુધી મૃત્યુઆંક વધીને આશરે 1,000 થયો હતો અને અનેક ઘાયલ થયાં હતાં. ઇઝરાયલના પક્ષે આશરે 600 લોકોના મોત થયા હતા, જ્યારે ગાઝામાં ઓછામાં ઓછો 370 લોકોના મોત થયા હતા.

શનિવારે હમાસે ઇઝરાયેલ પર હજારો રોકેટ છોડ્યા હતાં અને તેના ઉગ્રવાદીઓએ હવા, જમીન અને દરિયાઇ માર્ગે અનેક સ્થળોથી ભારે કિલ્લેબંધીવાળી સરહદ પરથી ઇઝરાયેલમાં ધૂસ્યા હતાં અને આતંક મચાવ્યો હતો. રજા દિવસે કરેલી ભીષણ હુમલાથી ઇઝરાયેલ ઉંઘતું ઝડપાયું હતું. હમાસના આતંકીઓ ઇઝરાયેલાના અનેક નાગરિકોને બંધન બનાવીને હેવાનિયત આચરી હતી. આતંકીઓ ઇઝરાયેલી મહિલાઓને ટાર્ગેટ કરી હતી.

ઇઝરાયેલને પણ જોરદાર વળતો હુમલો કર્યો હતો. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગાઝામાં ત્રાસવાદીઓના છુપાવાના સ્થળોને “કાટમાળ” ફેરવી નાંખવાની પ્રતિજ્ઞા લીધી હતી અને યુદ્ધની જાહેરાત કરી હતી.
આક્રમણ શરૂ થયાના કેટલાક કલાકો પછી હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલી સમુદાયોમાં ફાયરિંગ ચાલુ કરીને સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો હતો.

શનિવારે હમાસના હુમલામાં ઇઝરાયેલ સૈન્યને નોંધપાત્ર નુકસાન થયું હતું. પેલેસ્ટિનિયન જૂથે ડઝનેક સૈનિકોને બંધક બનાવ્યા હોવાનો દાવો કર્યો હતો. સેનાના પ્રવક્તા રિચાર્ડ હેચટે જણાવ્યું હતું કે, “આતંકવાદીઓએ ભારે તોડફોડ મચાવી હતી અને ઘરોમાં ઘૂસી ગયા હતા, નાગરિકોની હત્યા કરી હતી. સેંકડો લોકોએ દેશ પર આક્રમણ કર્યું હતું, સેંકડો હજુ પણ ઇઝરાયેલની અંદર સૈનિકો સાથે લડી રહ્યા હતા,”

યુએન સિક્યુરિટી કાઉન્સિલે રવિવાર માટે ઇમર્જન્સી બેઠક બોલાવી હતી. અમેરિકાના પ્રમુખ જો બાઇડને ઇઝરાયેલ માટે “નક્કર અને અવિશ્વસનીય” સમર્થન જાહેર કર્યું હતું હતું અને “આ પરિસ્થિતિમાં લાભ લેવા સામે ઇઝરાયેલના દુશ્મનોને કડક ચેતવણી આપી હતી. ઈઝરાયેલની સેનાના પ્રવક્તા રિચર્ડ હેચટે કહ્યું કે દેશમાં 22 જગ્યાએ હજુ પણ લડાઈ ચાલી રહી છે.ઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટીના 7 વિસ્તારોના લોકોને તેમના ઘર છોડીને શહેરમાં બનેલા શેલ્ટર હોમમાં જવા કહ્યું છે. સેના અહીં હમાસના સ્થાનો પર હુમલો કરવા જઈ રહી છે. અલ જઝીરા અનુસાર, 1000થી વધુ પેલેસ્ટિનિયન ઇઝરાયેલમાં પ્રવેશી ચૂક્યા છે. આવું 1948 પછી પહેલીવાર બન્યું છે.

LEAVE A REPLY

three + 18 =