(ANI Photo)

વર્લ્ડકપ 2023ની ચેન્નાઇ ખાતે રવિવારે રમાઈ રહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય બોલરોના સંયુક્ત પ્રયાસથી ટીમે ઓસ્ટ્રેલિયાને 199 રનમાં આઉટ કરી દીધી હતી. નાના ટાર્ગેટનો પીછો કરતાં ભારતની ટીમની શરૂઆત નબળી થઈ હતી. ઓસ્ટ્રેલિયાની ખતરનાક બોલિંગ સામે ભારતીય બેટ્સમેનો ટકી શક્યા ન હતા. ઓપનિંગમાં આવેલા રોહિત શર્મા અને ઈશાન ગીલ 0 રને આઉટ થઈ પેવેલીયન ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ શ્રેયસ ઐય્યર પણ માત્ર 3 રને બનાવી આઉટ થઈ ગયો હતો.

ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ ત્રણ જ્યારે કુલદીપ યાદવે અને જસપ્રિત બુમરાહે બે-બે વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ, રવિચંદ્રન અશ્વિન અને હાર્દિક પંડ્યાને પણ એક-એક વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયા મેચમાં લાંબી ભાગીદારી નોંધાવી શક્યું ન હતું, કારણ કે ભારતીય બોલરોએ નિયમિત અંતરે વિકેટો ખેરવી હતી.

ઓસ્ટ્રેલિયાની ટીમે 49.3 ઓવરમાં 199 રન ફટકારી ભારતને જીતવા 200 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન સ્ટીમ સ્મિથે 46 જ્યારે ડેવિડ વોર્નરે 41 રન ફટકાર્યા હતા.

LEAVE A REPLY

10 + 15 =