દિલ્હીના એક શ્રદ્ધાળુએ મુંબઈના સિદ્ધી વિનાયક મંદિરને 35 કિલો સોનાનું દાન કર્યું છે. તેની કિંમત 14 કરોડ રૂપિયા છે. મંદિરને 219 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત આટલું મોટુ દાન મળ્યું છે. મંદિર મેનેજમેન્ટના અધિકારીના જણાવ્યા પ્રમાણે સિદ્ધી વિનાયક મંદિર સિંદૂર લીપણ માટે 4 દિવસ બંધ રાખવામાં આવ્યું હતું. સિદ્ધી વિનાયક મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ આદેશ આંદેકરે જણાવ્યું કે, દાનમાં મળેલા સોનાનો ઉપયોગ મંદિરના દરવાજા, છત અને ગુંબજમાં કરવામાં આવશે. બાંદેકરે દાન દાતાના નામનો ખુલાસો નથી કર્યો.બાંદેકરે જણાવ્યું કે 2017માં મંદિરને કુલ 320 કરોડનું દાન મળ્યું હતું. જ્યારે 2019માં આ દાનની રકમ વધીને 410 કરોડ થઈ ગઈ. દાનમાં મળેલી આ રકમનો એક મોટો હિસ્સો જરૂરિયાતના લોકોની મદદ માટે વાપરવામાં આવશે. મંદિર મેનેજમેન્ટ તરફથી રૂ. 25,000 સુધીની મદદ રોકડમાં પણ કરવામાં આવે છે. સિદ્ધી વિનાયક મંદિરનું નિર્માણ 19 નવેમ્બર 1801માં કરવામાં આવ્યું હતું.