BJP leader shot dead in public in Vapi
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ આશરે એક ડઝનથી વધારે આતંકવાદીઓની છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં રહસ્યમય રીતે હત્યા કરાઈ છે. આ ત્રાસવાદીઓ લશ્કર-એ-તૈયબા, હિઝબુલ મુજાહિદીન, અલગાવવાદી ખાલિસ્તાની ચળવળ અથવા જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા.2021માં હાફિઝ સઈદના લાહોર સ્થિત ઘરની બહાર બોંબ વિસ્ફોટ થયો હતો.

નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં લશ્કર-એ-તૈયબા અને જેશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જેમાં મૌલાના મસૂદ અઝહરનો નજીકનો અને લશ્કર-એ-તૈયબાનો ચીફ  પણ સામેલ હતો.

આતંકીઓની આ હત્યાનો આ સીલસીલો 2021થી શરૂ થયો હતો. સૌ પ્રથમ લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને 2008ના મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદની હત્યાનો પ્રયાસ થયો હતો. આ તમામ આતંકીઓની હત્યા થઈ તે બધામાં એક સમાન પેટર્ન જોવા મળી છે. પ્રત્યેક કેસમાં અજાણ્યા શખસો મોટરસાયકલ પર આવે છે અને આતંકીઓનું ટાર્ગેટ કિલિંગ કરે છે. તપાસમાં જોડાયેલા પાકિસ્તાની અધિકારીઓ ભારતની ઈન્ટેલિજન્સ એજન્સીને જવાબદાર ગણાવે છે.

LEAVE A REPLY