REUTERS/Carlos Barria/File Photo

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી કંપની ઓપનએઆઈના ભૂતપૂર્વ સીઈઓ સેમ ઓલ્ટમેન અને ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ગ્રેગ બ્રોકમેન માઇક્રોસોફ્ટમાં જોડાશે, એવી સત્ય નડેલાએ સોમવારે ​​જાહેરાત કરી હતી. ઓલ્ટમેનને ઓપનએઆઈમાંથી બરતરફ કરવામાં આવ્યાના થોડા દિવસો પછી નડેલાએ આ જાહેરાત કરી હતી.

માઇક્રોસોફ્ટની આ હિલચાલની એક્સ (ટ્વીટર) પર જાહેરાત કરતાં નડેલાએ જણાવ્યું હતું કે અમે આ સમાચાર શેર કરવા માટે અત્યંત ઉત્સાહિત છીએ કે સેમ ઓલ્ટમેન અને ગ્રેગ બ્રોકમેન તેમના સાથીદારો સાથે, નવી અદ્યતન AI સંશોધન ટીમનું નેતૃત્વ કરવા માટે માઇક્રોસોફ્ટમાં જોડાશે. અમે તેમને તેમના માટે જરૂરી સંસાધનો પ્રદાન કરવા માટે ઝડપથી આગળ વધવા આતુર છીએ. નાડેલાએ ઉમેર્યું હતું કે ઓલ્ટમેન સીઈઓ તરીકે રિસર્ચ ગ્રૂપમાં જોડાશે.

ઓલ્ટમેન ઓપનએઆઈનો ચહેરો બન્યાં હતા. આ કંપનીએ ક્રાંતિકારી ChatGPT બનાવ્યું હતું, તેમની શુક્રવારે ગૂગલ મીટ કૉલમાં હકાલપટ્ટી કરાઈ હતી. તેના પગલાથી ટેક ઉદ્યોગને આંચકો લાગ્યો હતો.

નડેલાની જાહેરાતનો જવાબ આપતા બ્રોકમેને પોસ્ટ કર્યું હતું કે “અમે કંઈક નવું બનાવવા જઈ રહ્યાં છીએ અને તે અવિશ્વસનીય હશે.”

દરમિયાન OpenAI એમ્મેટ શીયરને તેના નવા CEO તરીકે આવકારવા માટે તૈયાર છે. શીયરે આ ભૂમિકા સ્વીકારવાના નિર્ણયની જાહેરાત કરી હતી.

LEAVE A REPLY

five × 1 =