(ANI Photo)

ભારતની બીજા ક્રમની સૌથી મોટી ટેકનોલોજી કંપની ઇન્ફોસિસના સહ-સ્થાપક એનઆર નારાયણ મૂર્તિએ તેમના ચાર મહિનાના પૌત્ર એકાગ્રહ રોહન મૂર્તિને ₹240 કરોડથી વધુ મૂલ્યના શેર ભેટમાં આપ્યા છે. આની સાથે આ બાળક ભારતમાં સૌથી નાની ઉંમરે મિલિયોનેર્સની યાદીમાં સામેલ થયું છે.

શેરબજારોને આપેલી નિયમનકારી માહિતી મુજબ એકાગ્રહ પાસે ઇન્ફોસિસના 15,00,000 શેર છે, જે કંપનીમાં 0.04 ટકા હિસ્સો દર્શાવે છે. આ ટ્રાન્ઝેક્શન “ઓફ-માર્કેટ” ધોરણે કરાયું હતું.

આ દિગ્ગજ ટેકનોલોજી કંપનીમાં નારાયણ મૂર્તિનું શેરહોલ્ડિંગ 0.40- 0.36 ટકા ઘટી 1.51 કરોડ શેર થયું છે.

નવેમ્બર 2023માં જન્મેલ એકાગ્રહ રોહન મૂર્તિ અને અપર્ણા કૃષ્ણનનો પુત્ર છે. નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિ અક્ષતા મૂર્તિ અને યુકેના વડાપ્રધાન ઋષિ સુનકની બે પુત્રીઓના નાના-નાની પણ છે.

એકાગ્રહનું નામ મહાભારતમાં અર્જુનના પાત્રથી પ્રેરિત હોવાનું કહેવાય છે. સંસ્કૃત શબ્દ ‘એકાગ્રહ’ નો અર્થ થાય છે અટલ ધ્યાન અને નિશ્ચય થાય છે. 1981માં ₹10,000ના મામૂલી મૂડી સાથે શરૂ થયેલી ઇન્ફોસિસ હાલમાં ભારતની બીજા ક્રમની સૌથી મોટી ટેકનોલોજી કંપની છે.

LEAVE A REPLY

three × 5 =