પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

એક વૃદ્ધ વ્યક્તિની £130,000નું ઇનામ ધરાવતી લોટરી ટીકીટ છૂપાવીને મેળવી લઇ ઇનામની રકમ મેળવવા છેતરપીંડી કરવાનો પ્રયાસ કરનાર ભારતીય મૂળની શોપ મેનેજર નરેન્દ્ર ગીલને કોર્ટે 28 મહિનાની જેલની સજા ફટકારી છે.

81 વર્ષીય ફ્રેન્ક ગોલેન્ડ પોતાની લકી ડીપ લોટરી ટિકિટ લઇને નોર્થ ઇંગ્લેન્ડના લીડ્ઝ શહેરના વ્હાઇટ રોઝ શોપિંગ સેન્ટર ખાતે જીટી ન્યૂઝ નામની દુકાનમાં ગઇ હતી. 51 વર્ષીય શોપ મેનેજર નરેન્દ્ર ગીલે ફ્રેન્કની લોટરીની ટિકીટો ચેક કરી હતી. જેમાંની એક ટિકીટને £130,000નું ઇનામ લાગ્યું હતું. પરંતુ નરેન્દ્ર ગીલે તે વાત છુપાવી બાકીની ટિકીટો પરત આપી હતી. જ્યારે વિજેતા ટિકીટ છુપાવીને પોતાની પાસે રાખી લીધી હતી.

ગીલે યુકેમાં યુરોમિલિયન્સ લોટરી ચલાવતી કેમલોટને પોતે લોટરી ટિકીટ જીતી હોવાની જાણ કરી હતી. પરંતુ જ્યારે ગીલે ફોન કર્યો ત્યારે તે દુકાનના ગ્રાહકોને સેવા આપતી હતી સંભળાતા કંપની શંકાસ્પદ બની ગઈ હતી. ગીલે આ ટિકિટ કોઇકે ભેટ આપી હતી અને તે ક્યાંથી ખરીદવામાં આવી હતી તે જાણતી ન હોવાનું જણાવ્યું હતું.

પરંતુ શંકા ઘેરી બનતા કેમલોટે પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગોલેન્ડની ઓળખ કરી આ ટિકીટ તેમની હોવાનું શોધી કાઢ્યું હતું. પોલીસે ગોલેન્ડનો સંપર્ક કરી તેઓ લોટરી જીત્યા હોવાનું જણાવતા તેમના આનંદનો પાર રહ્યો ન હતો.

ગોલેન્ડે જણાવ્યું હતું કે ‘’આ જીતને કારણે ચોક્કસપણે તેમનું જીવન થોડું વધુ આરામદાયક થયું હતું. મેં એક નવી કાર ખરીદી, મારા બધા દેવાની ચુકવણી કરી અને મારા પરિવારને ઘણા પૈસા આપ્યા હતા. અમે ઘરમાં નવી કાર્પેટ અને અમે મારી પત્ની માટે વોક-ઇન શાવર બાથ નંખાવ્યો હતો.”

બે બાળકોની માતા નરેન્દ્ર ગીલે, ચોરી અને છેતરપિંડી કરી હોવાની કોર્ટમાં કબૂલાત કરતા તેને શુક્રવાર તા. 4ના રોજ લીડ્ઝ ક્રાઉન કોર્ટમાં જેલની સજા કરાઇ હતી. ગીલે કહ્યું હતું કે “દેખીતી રીતે, હું ઈચ્છું છું કે મેં આવું ન કર્યું હોત તો સારૂ હોત. હું મૂર્ખ હતી.”