અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાને સમાંતર બ્રહ્માંડ(પેરેલલ યૂનિવર્સ)ની શોધ કરી છે. એટલે કે આપણાં બ્રહ્માંડની બાજુમાં વધુ એક બ્રહ્માંડ છે પરંતુ અહીં સમય ઉલ્ટો ચાલે છે. પેરેલલ યૂનિવર્સને લઈને એન્ટાર્કટીકામાં એક સંશોધન કરવામાં આવ્યું. તેના આધારે નાસાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેમણે વધુ એક બ્રહ્માંડ શોધ્યું છે.
ઘણાં વૈજ્ઞાનિકો તેના પર લાંબા સમયથી કામ કરી રહ્યાં છે. કેટલાક વૈજ્ઞાનિકો તેનાથી સહમત નથી. એન્ટાર્કટીકામાં વૈજ્ઞાનિકોના પ્રયોગે બીજા બ્રહ્માંડની વાતને સાચી ઠેરવવાની કોશિશ કરી છે. વૈજ્ઞાનિકોએ એન્ટાર્કટિક ઈમ્પલસિન ટ્રાંસિએટ એન્ટિના (Antarctic Impulsive Transient Antenna – ANITA)ને એક બલૂન દ્વારા તે ઊંચાઈ સુધી પહોંચાડ્યું જ્યા હવા શુષ્ક છે. રેડિયો નોઈઝ નથી હોતું.
આઉટર સ્પેસથી પૃથ્વી પર હાઈ એનર્જી પોર્ટિલ્સ આવતા રહે છે જે અહીંની તુલનામાં ઘણા લાખ ગણા શક્તિશાળી હોય છે. જે કણોનું વજન શૂન્યથી નજીક હોય છે અને જે લૉ-એનર્જીના હોય છે. જેમ કે સબ એટોમિક ન્યૂટ્રીનોસ. આ કોઈ પણ કણ સાથે ટકરાયા વિના પૃથ્વીની આરપાર થઈ જાય છે. પરંતુ હાઈ એનર્જી કણ પૃથ્વીના સોલિડ મેટર સાથે ટકરાઈને અટકી જાય છે.
હાઈ એનર્જી કણને માત્ર આઉટર સ્પેસથી માત્ર નીચે આવતા સમયે જ ઓળખી શકાય છે પરંતુ ANITAથી એવા ન્યૂટ્રીનોસની ઓળખ થઈ છે જે પૃથ્વીથી ઉપરની તરફ આવી રહ્યાં હતા એટલે કે આ કણ સમયમાં પાછળની તરફ ચાલી રહ્યાં છે. જો સમાંતર બ્રહ્માંડની થિયરીને સાચી સાબિત કરે છે.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, 13.8 બિલિયન વર્ષ પહેલાં બિગ-બેંગ સમયે બે બ્રહ્માંડ બન્યા હતા. એક જેમાં આપણે રહીએ છીએ અને બીજું જે આપણાં હિસાબથી પાછળની તરફ ચાલી રહ્યું છે એટલે કે ત્યાં સમય ઉલ્ટો ચાલે છે. એકથી વધારે યૂનિવર્સની થિયરી વર્ષો જુની છે.
આ બ્રહ્માંડમાં જેમ ધરતી છે તેમ બીજા યૂનિવર્સમાં પણ પૃથ્વી હશે. ઘણાં બ્રહ્માંડોને લઈને વૈજ્ઞાનિકો વચ્ચે પાંચ પ્રકારની થિયરી છે. તેમાં બિગ બેંગ સિવાય પણ એક થિયરી છે જે કહે છે કે બ્લેક હોલની ઘટનાની બરોબર ઉલટ પ્રક્રિયાથી નવા યૂનિવર્સ પેદા થયાં. બીજી એક થિયરી કહે છે કે, મોટા યૂનિવર્સથી અન્ય નાના યૂનિવર્સ પેદા થયાં છે.
દુનિયાના પ્રખ્યાક વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું છેલ્લું રિસર્ચમાં ઘણાં બ્રહ્માંડોને લઈ હતુ. એટલે કે આપણાં બ્રહ્માંડ સિવાય ઘણાં યૂનિવર્સ હાજર છે. મે 2018માં તેમનું આ પેપર પબ્લિશ થયું હતું હોકિંગની થિયરી પ્રમાણે ઘણાં યૂનિવર્સ આપણી જેવા જ હોય શકે છે જેમાં ધરતી જેવા ગ્રહ હશે.
ગ્રહ જ નહી પરંતું આપણી જેવા સમાજ અને લોકો પણ હોય શકે છે. કેટલાક બ્રહ્માંડ એવા પણ હશે જેના ગ્રહ ધરતીથી અલગ હશે, ત્યાં સુર્ય કે તારા નહી હોય પરંતુ ભૌતિક નિયમ આપણી જેવા જ હશે.