કંગના રનૌત અને મનોજ બાજપાઈ (ફાઇલ ફોટો (Photo by STR/AFP via Getty Images)

ભારતના પ્રતિષ્ઠિત 67માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સની સોમવારની સાંજે નવી દિલ્હીમાં જાહેરાત કરવામાં આવી હતી. નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં દિવંગત બોલીવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતની ‘છિછોરે’ને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો, જ્યારે કંગના રનૌતને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. કંગનાને ફિલ્મ ‘મણિકર્ણિકા’ અને ‘પંગા’ ફિલ્મ માટે આ એવોર્ડ મળ્યો હતો. આ કંગનાનો ચોથો નેશનલ એવોર્ડ છે.

બેસ્ટ એક્ટરનો એવોર્ડ મનોજ બાજપાઈ તથા ધનુષને આપવામાં આવ્યો હતો. મનોજ બાજપાઈને ફિલ્મ ‘ભોંસલે’ માટે તથા ધનુષને અસુરન (તમિલ ફિલ્મ) માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ડિરેક્ટર પ્રિયદર્શનની મલયાલમ ફિલ્મ ‘મારક્કર: અરબિકાદાલિંતે સિમ્હમ’ને શ્રેષ્ઠ ફિચર ફિલ્મ જાહેર કરવામાં આવી હતી. સામાજિક મુદ્દા અંગેની શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મરાઠી ફિલ્મ આનંદી ગોપાલને મળ્યો હતો, જ્યારે રાષ્ટ્રીય એકતા માટે નરગીસ દત્ત એવોર્ડ તાહમહલને મળ્યો હતો. પ્રથમ ફિલ્મ માટેનો ઇન્દિરા ગાંધી એવોલ્ડ મલાયલમ ફિલ્મ હેલેનને મળ્યો હતો.

બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ)નો એવોર્ડ બી પ્રાકને આપવામાં આવ્યો હતો. તેમને ફિલ્મ કેસરીના લોકપ્રિય ગીત ‘તેરી મિટ્ટી મેં મિલ જાંવા’ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તાશ્કંદ ફાઇલ્સ (હિન્દી ફિલ્મ) માટે પલ્લવી જોષીએ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ અને સુપર ડિલક્સ (તમિલ) વિજય સેતુપતિએ બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ જીત્યો હતો. જલીકટ્ટુ ફિલ્મને બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ફિચર ફિલ્મ માટેના એવોર્ડ

શ્રેષ્ઠ હરિયાણવી ફિલ્મ – છોરિયા છોરે સે કમ નહીં

શ્રેષ્ઠ છત્તીસગઢી ફિલ્મ – ભુલાન દી મેજ

શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ – જર્સી

શ્રેષ્ઠ તમિળ ફિલ્મ – અસુરન

શ્રેષ્ઠ પંજાબી ફિલ્મ – રબ દા રેડિયો 2

શ્રેષ્ઠ મલયાલી ફિલ્મ – કલા નોટમ

શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ – બારડો

શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ – છિછોરે

બેસ્ટ ફિમેલ પ્લેબેક – બારડો ફિલ્મના ગીત રાન બેટલ માટે સાવની રવિન્દ્ર

બેસ્ટ મેલ પ્લેબેક – કેસરી ફિલ્મના ગીત તેરી મીટ્ટી માટે પ્રી પાક

શ્રેષ્ઠ અભિનેત્રી – કંગના રનૌતની ફિલ્મ પંગા અને મણિકર્ણિકા

શ્રેષ્ઠ અભિનેતા – મનોજ બાજપેયી ભોંસલે, આશુરન માટે ધનુષ

શ્રેષ્ઠ નિર્દેશક – ભટ્ટર હૂરેનથી સંજય પુરી સિંહ ચૌહાણ