(Photo by Sean Gallup/Getty Images)

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યું હતું કે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના આગામી ચૂંટણીમાં વિજય થશે તો નવાઝ શરીફ દેશના વડા પ્રધાન હશે. નવાઝ શરીફ આગામી થોડા સપ્તાહમાં દેશમાં પરત ફરશે. અહીં ઉલ્લેખનીય છે કે 2019થી 73 વર્ષના નવાઝ શરીફ લંડનમાં છે.

વડા પ્રધાને જણાવ્યું હતું કે તેમના મોટા ભાઈ નવાઝ શરીફ પાકિસ્તાન પરત ફર્યા પછી કાયદાનો સામનો કરશે. ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનના નિર્દેશ પર તૈયાર કરાયેલ તબીબી રિપોર્ટના આધારે તેમને તબીબી આધાર પર વિદેશ મોકલવામાં આવ્યાં હતાં.

નવાઝ શરીફને 2017માં સુપ્રીમ કોર્ટે ગેરલાયક ઠેરવ્યા હતા. 2018માં પનામા પેપર્સ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી તેઓ આજીવન જાહેર હોદ્દો માટે અયોગ્ય ઠર્યા હતા. લાહોર હાઈકોર્ટમાંથી ચાર સપ્તાહના જામીન મેળવીને તેઓ લંડન ગયા હતા. અલ-અઝીઝિયા મિલ્સ ભ્રષ્ટાચાર કેસમાં તેમને સાત વર્ષની જેલની સજા થઈ હતી. શાહબાઝ શરીફે જણાવ્યું હતું કે 12 ઓગસ્ટની મધ્યરાત્રિએ કાર્યકાળ પૂરો થવાના થોડા દિવસો પહેલા નેશનલ એસેમ્બલીના વિસર્જનની સૂચના પ્રેસિડન્ટ આરિફ અલ્વીને મોકલવામાં આવશે.

LEAVE A REPLY

twenty − fourteen =