ન્યૂઝિલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડેર્ન (ફાઇલ ફોટો) Fiona Goodall/Pool via REUTERS/File Photo

ન્યૂઝિલેન્ડમાં આશરે છ મહિના પછી કોરોનાનો માત્ર એક કેસ સામે આવ્યા બાદ વડાપ્રધાન જેસિન્ડા અર્ડેને મંગળવારે આખા દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. બુધવારથી આખા દેશમાં ઓછામાં ઓછા ત્રણ દિવસ માટે લેવલ ફોર લોકડાઉન લાગુ પડશે. જાણકારી પ્રમાણે કોવિડનો આ નવો કેસ સૌથી મોટા શહેર ઓકલેન્ડમાં સામે આવ્યો છે. જોકે એ પછી સરકારે આખા દેશમાં લોકડાઉન લાગુ કરવાનુ નક્કી કર્યુ છે. ઓકલેન્ડમાં સાત દિવસ અને બીજા શહેરોમાં ત્રણ દિવસનુ લોકડાઉન જાહેર કરાયુ છે.

અધિકારીઓનુ કહેવું છે કે, જે નવો કેસ સામે આવ્યો છે તે ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો લાગી રહ્યો છે. જોકે હજી સુધી તેના પર સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડ દુનિયાના એક ગણ્યા ગાંઠ્યા દેશો પૈકીનો એક છે જેણે કોરોના પર બહુ જલ્દી કાબૂ મેળવી લીધો હતો. દુનિયા જ્યારે બીજી લહેર સામે ઝઝૂમી રહી હતી ત્યારે ન્યૂઝીલેન્ડમાં કોરોનાના સાવ ગણતરીના કેસો હતા અ્ને એ પછી તો કોરોનાના નવા કેસ તો છેલ્લા કેટલાક સમયથી સામે આવ્યા જ નહોતા.