ભારતે મંગળવારે અફઘાન નાગરિકો માટે ઇમર્જન્સી ઇ-વિઝાની જાહેરાત કરી હતી. તાલિબાને અફઘાનિસ્તાનમાં કબજો જમાવ્યા બાદ ભારતમાં આવવા માગતા અફઘાન નાગરિકો માટે સરકારે આ જાહેરાત કરી હતી. કોઇ પણ ધર્મના અફઘાન નાગરિક ‘e-Emergency X-Misc Visa માટે ઓનલાઇન અરજી કરી શકશે અને નવી દિલ્હીમાં એપ્લિકેશનને પ્રોસેસ કરવામાં આવશે.

ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની હાલની સ્થિતિને પગલે વિઝા જોગવાઇની સમીક્ષા કરવામાં આવી છે. ‘e-Emergency X-Misc Visa નામના નવા કેટેગરીના ઇલેક્ટ્રોનિક વિઝાની શરૂઆત કરવામાં આવી છે, જેથી ભારતમાં પ્રવેશ માટે ફાસ્ટ ટ્રેક ધોરણે અરજીને મંજૂરી આપી શકાય. અધિકારીઓએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં ઇન્ડિયન મિશન્સ બંધ છે, તેથી ઓનલાઇન અરજી કરી શકાય છે. આ વિઝા છ મહિના માટે વેલિડ રહેશે.