જામનગરથી બેંગલુરુ અને હૈદરાબાદ માટે સીધી ફ્લાઈટ તાજેતરમાં શરૂ થઇ છે. સ્ટાર એરની ફ્લાઇટ દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે ઉપડે છે. ભારત સરકારના નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ નવી દિલ્હીથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી અને જામનગરના સાંસદ પૂનમબેન માડમે એરપોર્ટ પરથી ફ્લેગ ઓફ કર્યું હતું. ટાયર -2 અને ટાયર -3 શહેરોને ફ્લાઇટથી જોડવાના પ્રયત્નોને ધ્યાનમાં રાખીને, સ્ટાર એર દ્વારા જામનગર, બેંગલુરુ અને હૈદરાબાદ શહેરો વચ્ચે નવા નોન-સ્ટોપ એર રૂટ શરૂ કરવાની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. સ્ટાર એર ભારતની પ્રથમ એરલાઈન છે જે જામનગર, હૈદરાબાદ અને બેંગલુરુ વચ્ચે નોન-સ્ટોપ ફ્લાઈટ્સનું સંચાલન કરે છે. સ્ટાર એર દ્વારા આ નવી ફ્લાઇટનું પ્રારંભિક ભાડું રૂ. 3,699 જાહેર કર્યું છે.
ફ્લાઇટ શેડ્યુલઃ બેંગલુરુથી સવારે 6.35 કલાકે ઉપડીને જામનગર સવારે 8.50 કલાકે આવશે. જામનગર થી સવારે 9.15 કલાકે ઉપડીને સવારે 11.30 કલાકે હૈદરાબાદ પહોંચશે, અને એ જ ફ્લાઇટ હૈદરાબાદથી બપોરે 12 કલાકે ઉપડીને બપોરે 1.10 કલાકે બેંગલુરું પહોંચશે. જ્યારે હૈદરાબાદથી બપોરે 3.20 કલાકે ઉપડીને સાંજે 5.20 કલાકે જામનગર આવશે. જામનગરથી સાંજે 5.45 કલાકે ઉપડીને જે રાત્રે ૮.૧૫ કલાકે બેંગલુરુ પહોંચશે.