Fear of a new wave of Corona in India since January
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

દુનિયાના અનેક દેશોમાં ઘાતક નવા વેરિયન્ટના કેસ સામે આવ્યા પછી ભારત સરકારે રાજ્યોને એલર્ટ કર્યા છે. કેન્દ્ર સરકાર ગુરુવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તાકીદ કરી હતી કે દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સવાનાથી આવનારા અથવા આ દેશોના રસ્તે આવનારા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોની સ્ક્રિનિંગ અને તપાસ કરવામાં આવે. બોત્સવાનામાં અત્યાર સુધી 3 અને દક્ષિણ આફ્રિકામાં 6 કેસ સામે આવ્યા છે. આ વેરિયન્ટથી સંક્રમિત એક કેસ હોંગકોંગમાં પણ સામે આવ્યો છે.

કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખી ખાતરી કરવા કહ્યું છે કે, આ દેશોથી આવનારા કે દેશોના રસ્તેથી આવનારા મુસાફરોના સેમ્પલ તાત્કાલિક જીનોમ અનુક્રમણ પ્રયોગશાળામાં મોકલવામાં આવે.

હાલમાં વૈશ્વિક કોરોના મહામારીની અસર ભારત સહિત અનેક દેશોમાં ઓછી થઇ રહી છે, પરંતુ યુરોપિયન દેશો સહિતના કેટલાક એવા દેશો જ્યાં કોરોના મહામારીની સ્થિતિ ગંભીર છે. એવામાં બ્રિટિશના નિષ્ણાંતોએ બોત્સવાનામાં સામે આવેલા કોવિડ-19ના નવા વેરિયન્ટને લઇને ગંભીર ચેતવણી આપી છે. તેમના મુજબ આ વેરિયન્ટ ખતરાની ઘંટી સમાન છે જે અત્યાર સુધી કોરોના વાયરસનો મ્યૂટેડ વર્ઝન હતું. અત્યાર સુધી આ સ્ટ્રેનના માત્ર 10 કેસ સામે આવ્યા છે, જેને Nu નામ આપવામાં આવી શકે છે. પરંતુ આ વેરિયન્ટ અત્યાર સુધી 3 દેશોમાં જોવા મળી ચૂક્યો છે. આ વેરિયન્ટમાં 32 મ્યૂટેશન હોય છે, જેમાંથી કેટલાક વધુ ચેપી છે.

આ વેરિયન્ટની સ્પાઇક પ્રોટીનમાં અન્ય વેરિયન્ટની સરખામણીએ વધુ ફેરફાર થાય છે. જેના વિશે માનવામાં આવે છે કે આ વેરિયન્ટ કોઇ ઓછી રોગપ્રતિકારક શક્તિ વાળા દર્દીમાં લાંબા સમય સુધી રહ્યા પછી રુપાતંર થયો હશે. સ્પાઇક પ્રોટીનમાં ફેરફારને લીધે વર્તમાન રસી માટે વાયરસ વિરુદ્ધ લડવાની ક્ષમતા ઘટી જાય છે કારણ કે એ વાયરસના જૂના વેરિયન્ટથી લડવા માટે શરીરને ટ્રેનિંગ આપે છે.

કોરોના વાયરસના નવા વેરિયન્ટ પર ધ્યાન આપનારા ઇમ્પીરિયલ કોલેજના એક વાયરોલિજિસ્ટ ડો. ટોમ પીકોકનું કહેવુ છે કે, વેરિયન્ટના મ્યૂટેશનનું સંયોજન ભયાનક હોઇ શકે છે. રાહતની વાત એ છે કે હજુ સુધી આ વેરિયન્ટનું ઝડપથી ફેલાવાના કોઇ સંકેત મળ્યા નથી.