પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

બ્રિટનમાં ઉદભવેલો નવા પ્રકારનો કોરોના વાઇરસ બીજા પાંચ દેશોમાં ફેલાયો છે. ઘણા દેશોએ આશંકા વ્યક્ત કરી છે કે તેમનાં ત્યાં પહેલાથી જ કોરોના વાયરસની નવો સ્ટ્રેન હોઇ શકે છે.

વિવિધ અહેવાલ અનુસાર બ્રિટનની સાથે-સાથે ડેનમાર્ક, નેધર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઇટલીમાં નવા કોરોના વાયરસની પુષ્ટી થઇ ચુકી છે, બ્રિટનથી એક યાત્રી રોમ પહોચ્યો હતો, જેના કારણે ઇટલીમાં પણ નવો કોરોના વાયરસ જોવા મળ્યો હતી. ફ્રાંસમાં પણ નવા વાયરસ અંગે ચેતવણી જારી થઇ હતી.

ફ્રાંસે બ્રિટનની સાથે આવાગમન પર રોક લગાવતા જણાવ્યું હતું કે નવો કોરોના વાયરસ આવી ચુક્યો છે. અસલમાં મ્યુટેશનનાં કારણે તૈયાર થયેલા નવા કોરોના વાયરસને વધુ ખતરનાક અને સંક્રામક બતાવવામાં આવ્યો છે અને બ્રિટનમાં કેસ વધવા પાછળ જ તેને જ જવાબદાર માનવામાં આવી રહ્યો છે.

નવેમ્બરમાં જ ડેનમાર્કમાં કોરોના વાયરસનો નવા સ્ટ્રેનનાં 9 કેસ મળ્યા હતા, અને બે કેસ ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યા હતા. નેધર્લેન્ડે કહ્યું હતું કે કે આ મહિને વાયરસનો નવો સ્ટ્રેન મળ્યો છે, બેલ્જિયમમાં હજુ તેની સત્તાવા જાહેરાત થઇ નથી.