ન્યૂયોર્કના રોચેસ્ટરમાં શનિવારે, 19 સપ્ટેમ્બરે વહેલી સવારે બેકયાર્ડ પ્લોટમાં પાર્ટી કરી રહેલા લોકો પણ અજાણ્યા ગનમેને ફાયરિંગ કરતાં બે જણાના મોત થયા હતા અને 14 ઘાયલ થયા હતા, એમ પોલીસે કહ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે રાત્રે સાડા બાર વાગે ગોળીબાર કરાયો હતો ત્યારે પાર્ટીમાં આશરે 100 જેટલાં લોકો હાજર હતા, એમ પોલીસ વડા માર્ક સિમોન્સે કહ્યું હતું. ફાયરિંગ કોણે અને કયા કારણસર કર્યું તેની તપાસ થઇ રહી છે.. સિમોન્સે કહ્યું હતું કે આ તબક્કે કંઇ કહેવા યોગ્ય નથી.

ફાયરિંગ કરનારો એક હતો કે પછી એક કરતાં વધુ તેની પણ કોઇને જાણ નથી. માર્યા ગયેલાઓમાં વીસ વર્ષની આસપાસનો એક યુવાન અને એક યુવતીનો સમાવેશ થતો હતો. જો કે પોલીસે તેમના નામ જાહેર કર્યા ન હતા. 14 ઘાયલોની સ્થિતિ સારી હોવાનું પોલીસે કહ્યું હતું. કોઇ શકમંદની અટકાયત કરવામાં આવી ન હોવાનું પણ પોલીસે કહ્યું હતું.