ન્યૂઝીલેન્ડે ક્રાઇસ્ટચર્ચ ખાતેની બીજી ટેસ્ટમાં ભારતને 7 વિકેટે હરાવી સીરિઝ 2-0થી પોતાના નામે કરી છે. પહેલી ટેસ્ટમાં વેલિંગ્ટનમાં ભારત 10 વિકેટે હાર્યું હતું. આ મેચમાં ટોસ હારીને ભારતે પ્રથમ દાવમાં 242 રન કર્યા હતા. જવાબમાં કિવિઝ 235 રન જ કરી શક્યું હતું. બીજી ઇનિંગ્સમાં 7 રનની લીડ સાથે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમ 124 રનમાં ઓલઆઉટ થઇ હતી. કિવિઝને 132 રનનો ટાર્ગેટ 3 વિકેટે ચેઝ કર્યો.

ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં T-20 સિરીઝ 5-0થી જીત્યા પછી ઇન્ડિયન ટીમ વનડેમાં 0-3 અને ટેસ્ટમાં 0-2થી હાર્યું.132 રનનો પીછો કરતા કિવિઝે 36 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ટોમ લેથમે કરિયરની 18મી ફિફટી ફટકારતાં 74 બોલમાં 10 ફોરની મદદથી 52 રન કર્યા હતા. જ્યારે ટોમ બ્લેન્ડલે 113 બોલમાં 8 ફોર અને 1 સિક્સની મદદથી 55 રન કર્યા હતા. રોસ ટેલર 4 રને અને હેનરી નિકોલ્સ 3 રને અણનમ રહ્યા. જસપ્રીત બુમરાહે 2 અને ઉમેશ યાદવે 1 વિકેટ લીધી. ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બીજી મેચ હાર્યું છે.

જ્યારે કેન વિલિયમ્સનની ટીમ સતત બીજી મેચ જીતીને 180 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે.ભારત ન્યૂઝીલેન્ડ સામની બીજી ટેસ્ટમાં ક્રાઇસ્ટચર્ચ ખાતે બીજી ઇનિંગ્સમાં 124 રનમાં ઓલઆઉટ થયું છે. પ્રથમ દાવમાં ટીમ ઇન્ડિયાને 7 રનની લીડ મળી હતી. તેણે કિવિઝને 132 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ત્રીજા દિવસે વિરાટ સેનાએ 34 રનમાં અંતિમ 4 વિકેટ ગુમાવી હતી. યજમાન માટે ટ્રેન્ટ બોલ્ટે 4, ટિમ સાઉથીએ 3, જ્યારે વેગનર અને ગ્રાન્ડહોમે 1-1 વિકેટ ઝડપી હતી. ભારતના સાત બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા.