હાલમાં ટ્રાયલ હેઠળનુ NHS કોવિડ-19 એપ્લિકેશન ગુરૂવારે તા. 24 સપ્ટેમ્બરના રોજ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં લોન્ચ થઇ રહ્યું છે ત્યારે સરકારે યુકેના તમામ ધાર્મિક સ્થળોને NHS કોવિડ-19 એપ્લિકેશન માટે તૈયારી કરવા અને વાયરસનો સામનો કરવા અને વધુ લોકોને રોગચાળાથી બચાવવા માટે આ એપ્લીકેશન ડાઉનલોડ કરવા વિનંતી કરી કરી છે.

જે તે સ્થળોએ કોરોનાવાયરસ ફાટી નીકળે તેવા સંજોગોમાં ક્યુઆર કોડ્સ એ NHS ટેસ્ટ એન્ડ ટ્રેસ અને ઇંગ્લેન્ડ અને વેલ્સના ટ્રેસ, ટ્રેસ્ટ એન્ડ પ્રોટેકટ માટે બહુ બધા લોકોનો સંપર્ક કરવા માટેનો મહત્વપૂર્ણ માર્ગ હશે.

ઇંગ્લેન્ડ અને વેલ્સના ધાર્મિક સ્થાનોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પ્રવેશ પર NHS ક્યૂઆર કોડ પોસ્ટરો મૂકે જેથી NHS કોવિડ-19 એપ્લિકેશન ડાઉનલોડ કરનાર મુલાકાતીઓ તેમના સ્માર્ટફોનથી તે કોડ સ્કેન કરી સરળતાથી ચેક-ઇન કરી શકે.

આ નવા કોવિડ-19 એપ્લિકેશનના પ્રારંભ પછી, ઇંગ્લેન્ડમાં મુલાકાતીઓ બિઝનેસીસમાં પણ કોડ સ્કેન કરી પોતાના ફોન સાથે પ્રવેશ કરી શકશે. વેલ્સ એપ્લિકેશન અને નોન-એપ્લિકેશનમાં વપરાશકર્તાઓએ તેમની સંપર્કની વિગતો સ્થળ પર આપવાની જરૂર રહેશે.

ઇંગ્લેન્ડમાં, ક્યૂઆર કોડ્સનો ઉપયોગ કરવાથી બિઝનેસીસને હાલની તેમની ગ્રાહકો, મુલાકાતીઓ અને કર્મચારીઓની સંપર્કની વિગતો રેકોર્ડ કરવા માટેની નવી કાનૂની આવશ્યકતાને પૂર્ણ કરવામાં મદદ થશે.

હેલ્થ એન્ડ સોશ્યલ કેર સેક્રેટરી મેટ હેનકોકે કહ્યું હતું કે “કટીંગ-એજ ટેક્નોલૉજી સહિત વાયરસના ફેલાવાને નિયંત્રણમાં રાખવા માટે અમારે દરેક સાધનનો ઉપયોગ કરવાની જરૂર છે. આ એક નિર્ધારિત ક્ષણ છે જે વાયરસનો સામનો કરવામાં મદદ કરશે. જે બિઝનેસીસ અને સ્થળો પહેલેથી જ પોતાની ક્યૂઆર સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યાં છે તેમને એનએચએસ ટેસ્ટ અને ટ્રેસ ક્યૂઆર કોડ પર સ્વિચ કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.’’

જો જે તે સ્થળે કોરોનાવાયરસ ફાટી નીકળશે, તો તેવા સંજોગોમાં જે તે વ્યક્તિને જોખમના સ્તરના આધારે શું કરવું તે અંગેની સલાહ સાથે ચેતવણી અપાશે.

NHS કોવિડ-19 એપ્લિકેશનના મેનેજિંગ ડિરેક્ટર, સાયમન થોમ્પસને કહ્યું હતું કે “અમારી ટીમે નવી NHS કોવિડ-19 એપ્લિકેશન વિકસાવવા માટે અથાક મહેનત કરી છે અને અમે મદદ કરનાર આઇલ ઑફ વાઈટના તમામ રહેવાસીઓ, ન્યુહામ બરો, NHS વોલંટીયર્સનો આભાર માનીએ છીએ. ક્યૂઆર સિસ્ટમનો ઉપયોગ કરનારની માહિતી ગુપ્ત રહેશે.’’

ધાર્મિક સ્થળો gov.uk/create-coronavirus-qr-poster પર QR કોડ્સ ડાઉનલોડ કરી શકશે અને

NHS COVID-19 એપ્લિકેશનની વધુ માહિતી માટે https://covid19.nhs.uk/ ની મુલાકાત લો.