ઓક્સફર્ડ યુનિવર્સિટી હોસ્પિટલ્સ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટની કાઉન્સિલ ઓફ ગવર્નર્સે 1 માર્ચ 2023થી ટ્રસ્ટના કાયમી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે પ્રોફેસર મેઘના પંડિતની નિમણૂકને મંજૂરી આપી છે. મેઘનાની જુલાઈ 2022માં એક નિશ્ચિત મુદત માટે નિમણૂક કરાઇ હતી.

મેઘના ટ્રસ્ટની પ્રથમ મહિલા CEO બન્યા છે અને તે શેલ્ફર્ડ ગ્રૂપમાં કોઈપણ NHS ટ્રસ્ટના CEO તરીકે નિયુક્ત થનારી પ્રથમ અશ્વેત વ્યક્તિ છે, જેઓ દેશની કેટલીક સૌથી મોટી શિક્ષણ હોસ્પિટલોનું પ્રતિનિધિત્વ કરે છે.

પ્રોફેસર મેઘના પંડિતે કહ્યું હતું કે, “ઓયુએચનું કાયમી ધોરણે નેતૃત્વ કરવું તે એક વિશેષાધિકાર છે અને હું તે માટે માટે ઉત્સુક છું. ઉત્કૃષ્ટતાની ઈચ્છા સાથે અન્યો પ્રત્યે કરુણા અને આદર સાથે આગળ વધવાની તક મળવા બદલ મને ગર્વ છે.”

LEAVE A REPLY