(Photo by Leon Neal/Getty Images)

ત્રણ મહિનાથી કાર્યરત NHS ટેસ્ટ એન્ડ ટ્રેસના તા. 13થી 19 ઑગસ્ટ સુધીના સાપ્તાહિક આંકડા દર્શાવે છે કે તે સફળતાપૂર્વક લગભગ 300,000 લોકો સુધી પહોંચ્યુ છે અને જ્યાં સંપર્કની વિગતો શેર કરવામાં આવી છે ત્યાં કોન્ટેક્ટ ટ્રેસર્સનો દર 88.3% પર પહોંચી ગયો છે. જૂનના મધ્યભાગથી ટેસ્ટ માટે આગળ આવનારા લોકોની સંખ્યામાં 57%નો વધારો થયો છે.

દેશભરમાં ટેસ્ટની માંગ સતત વધી રહી છે. જૂનના મધ્યભાગથી નવા ટેસ્ટ કરાવનારા લોકોની સંખ્યામાં 57%નો વધારો થયો છે, અને છેલ્લા અઠવાડિયામાં નવા 40૦,૦૦૦ લોકોએ તપાસ કરાવી છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ પ્રોટેક્શનના વચગાળાના એક્ઝિક્યુટિવ ચેર બેરોનેસ ડિડો હાર્ડિંગે જણાવ્યું હતું કે “આ અઠવાડિયુ એનએચએસ ટેસ્ટ અને ટ્રેસ માટે એક સીમાચિહ્નરૂપ છે, જે ત્રણ મહિનાથી વધુ સમયથી કાર્યરત છે. હવે લગભગ 300,000 લોકો સુધી પહોંચ્યા છે જેમણે કદાચ અજાણતાં વાયરસ પસાર કર્યો હોય. આ દેશમાં હવે વાયરસના ફેલાવાને રોકવા માટે અભૂતપૂર્વ ધોરણે કોરોનાવાયરસના ટેસ્ટ કરવાની અને સંપર્કોને શોધવાની ક્ષમતા છે. અમે વધુને વધુ લોકો સુધી પહોંચવા માટે અને ટેસ્ટીંગ સાઇટ્સના નેટવર્કને વિસ્તૃત કરીને અને નવી ટેકનીકોમાં રોકાણ કરીને અમારી ટેસ્ટીંગ ક્ષમતાને વધારવાનું અને વધુ વિકાસ કરવાનું ચાલુ રાખીશું. હું દરેકને જીવનની સામાન્ય રીત તરફ પાછા ફરવા માટે એન.એચ.એસ. ટેસ્ટ અને ટ્રેસનો ઉપયોગ કરવા વિનંતી કરું છું. જો તમને લક્ષણો છે, તો તરત જ ટેસ્ટ બુક કરાવો, અને જો સેવા દ્વારા તમારો સંપર્ક કરવામાં આવે તો, તમે જે સલાહ પ્રાપ્ત કરો છો તેનું પાલન કરો.”