(Photo by Stefan Rousseau - WPA Pool/Getty Images)

NHSમાં  કોરોનાવાયરસ સીવાયની સારવાર તુરંત જ ફરીથી શરૂ થઇ જશે એ માની લેવું ખોટુ છે. પરંતુ ઘણી સેવા એવી છે કે જે ક્યારેય અટકી પણ નથી. દા. ત. બાળકોના જન્મ. બીજી તરફ પહેલાંની તુલનામાં અત્યારે વધુ વિડિઓ અને ટેલિફોન કન્સલ્ટેશન થાય છે અને NHS સ્ટાફ માસ્ક અને વાઇઝર્સ પાછળથી દર્દીઓની સારવાર કરે છે.

સામાન્ય રીતે અગાઉ 75 ટકા જીપી ફેસ ટુ ફેસ કન્સલ્ટેશન કરતા હતા. જે દર અત્યારે 15 ટકાથી નીચે આવી ગયો છે. પ્રારંભિક ઉત્સાહ પછી લાગ્યું છે કે એન્ટીબાયોટીક્સનો વધુ પડતો ઉપયોગ થાય છે.

રોયલ કોલેજ ઑફ જનરલ પ્રેક્ટિશનર્સના અધ્યક્ષ, માર્ટિન માર્શેલે જણાવ્યું હતું કે ‘’દર્દીઓએ સામાન્ય સ્થિતિમાં પાછા ફરવાની અપેક્ષા ન કરવી જોઈએ. મને લાગે છે હવે પહેલાની જેમ 80 ટકા કન્લ્ટેશન ફેસ ટુ ફેસ નહી થાય. દર્દીઓને પણ રીમોટ કન્સલ્ટેશન વધુ અનુકૂળ છે. જ્યાં સુધી સમુદાયમાં વાયરસ ફેલાય છે ત્યાં સુધી ચેપનું જોખમ રહે છે. તેમ છતાં, ઘણા જી.પી. દર્દીઓના બ્લડપ્રેશર અને ઓક્સિજનનુ કોન્સન્ટ્રેશન સહિતના મહત્વપૂર્ણ સંકેતોને કોઇને પણ જોખમમાં મૂક્યા વિના દૂરથી ચકાસી શકે છે.’’

બ્રિટિશ ડેન્ટલ એસોસિએશન (બીડીએ)ના મતદાન મુજબ ઇંગ્લેન્ડની 75 ટકા કરતા વધુ ડેન્ટલ સર્જરી સોમવાર તા. 8થી ફરીથી શરૂ થવાની અપેક્ષા છે જે એનએચએસના વડાઓ દ્વારા નક્કી કરવામાં આવી હતી. પરંતુ ડેન્ટીસ્ટ્સે જણાવ્યું છે કે તેઓ ચોથા ભાગના દર્દીઓની સારવાર કરી શકશે. દાંત કાઢવાનો હોય તો વિશેષ પડકારો છે. ગાઇડન્સ કહે છે કે આવી કોઈપણ પ્રક્રિયા પછી એક કલાક તે રૂમ ખાલી રાખવો જોઈએ, જે વ્યવહારિક અને આર્થિક રીતે મુશ્કેલ થશે. જરૂરી પી.પી.ઇ.ની સમસ્યા પણ છે. બીડીએના અધ્યક્ષ, મિક આર્મસ્ટ્રોંગે જણાવ્યું હતું કે, “સોમવારે ડેન્ટલ સર્જરી જાદુઈ રીતે ચાલુ થાય તે અશક્ય છે અને પાતળી સેવા મળશે.

રોયલ કોલેજ ઑફ મિડવાઇવ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બિર્ટે હાર્લેવ-લેમે જણાવ્યું હતું કે ‘’કેટલીક સગર્ભા મહિલાઓ તેમની મિડવાઇફ્સ સાથે સામાન્ય રીતે ફોન અને વીડિયો એપોઇન્ટમેન્ટથી સંપર્ક ધરાવે છે. અમને લાગે છે કે વર્ચ્યુઅલ એપોઇન્ટમેન્ટનો ઉપયોગ વધારે થશે અને તે એક ઉન્નત સેવા છે.

નેશનલ ચાઇલ્ડબર્થ ટ્રસ્ટે કહ્યું હતું કે છ અઠવાડિયા પછીની પોસ્ટનેટલ ચેકઅપ માટે કેટલીક નવી માતાઓ ગુમ થઈ ગઈ છે અને કેટલાક વિસ્તારોમાં હેલ્થ વિઝીટર્સનુ પહોંચવુ મુશ્કેલ થઈ ગયુ છે. પરંતુ નવી માતાઓ માટે આ તપાસ મહત્વપૂર્ણ છે જેથી માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો સહિતની કોઈપણ સમસ્યાઓ ઉભી ન થાય.”

કેન્સરની સારવારનો એનએચએસના વડા ફરીથી પ્રારંભ કરવા માટે પ્રાધાન્ય આપી રહ્યા છે. અદ્યતન રેડિયોચિકિત્સાની સારવાર સુધી પહોંચવા માટેના હેલ્થ પ્રોફેશનલ્સના દબાણ વચ્ચે સરકારે જાહેરાત કરી છે કે કેન્સરની વિશાળ શ્રેણીને સ્ટીરિયોટેક્ટિક એબ્લેટીવ રેડિયોથેરાપી દ્વારા સારવાર આપવાની તૈયારી છે. જેમાં સ્ટાન્ડર્ડ રેડિયોથેરાપી કરતા ઓછા સત્રોની જરૂર પડે છે અને હોસ્પિટલની મુલાકાતો ઘટે છે.

જો કે તે NHS ના ફક્ત અડધા ટ્રસ્ટમાં જ ઉપલબ્ધ છે અને મશીનો ઘણી બધી જગ્યાએ બિનઉપયોગી પડ્યા છે.