સાઉથ લંડન સ્ટ્રીથમમાં એક શખ્સે લોકો પર ચાકૂથી હુમલો કરી દીધો. મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું કે, સ્ટ્રીથમમાં સિક્યૂરિટી ઓફિસર્સે એક શખ્સને ઠાર કર્યો, તેણે લોકો પર ચાકૂ વડે હુમલો કર્યો હતો. પોલીસ આ ઘટના પર આગળની કાર્યવાહી કરી રહી છે તેમજ લોકોને સ્ટ્રીથમ વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપી છે. ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ આ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે, હુમલાખોરે લોકોને ચાકુ વડે માર્યા, જે બાદ પોલીસે તેને મારી દીધો.

લંડનની મેટ્રોપોલિટન પોલીસે કહ્યું કે, સ્ટ્રીથમમાં એક આદમીને હથિયારધારી અધિકારીઓએ ગોળી મારી દીધી. એવું માનવામાં આવી રહ્યું છે કે, તે શખ્સ ઘણાં લોકોને ચાકુ માર્યું છે. સ્થિતીની સમિક્ષા કરવામાં આવી રહી છે. આ ઘટનાને આતંકી ઘટના સાથે જોડીને જોવામાં આવી રહી છે.હુમલાખોરની ઓળખ સુદેશ અમાન તરીકે કરાઇ હતી. પોલીસ પ્રવક્તાએ કહ્યું કે હજુ તો ગયા મહિને એ જેલમાંથી મુક્ત થયો હતો.

ત્રાસવાદી પ્રવૃત્તિ કરવા બદલ એને જેલમાં મોકલાયો હતો. જેલમાં એનું વર્તન સારું હોવાથી એને થોડો વહેલો મુક્ત કરાયો હતો. 20 વર્ષના સુદેશ અમાને ચાકુ વડે વિના કારણે લોકો પર હુમલો કર્યો હતો અને થોડાક લોકોને ઇજા પહોંચાડી હતી. આખરે પોલીસે એને ઠાર કર્યો હતો.સોશ્યલ મિડિયા પર જોઇ શકાતું હતું કે સાદા વેશમાં સજ્જ પોલીસ એક યુવાનનો પીછો કરી રહી હતી. આ યુવાને કોઇ પૂર્વ ઉશ્કેરણી કે કારણ વિના કેટલાક લોકો પર ચાકુથી હુમલો કર્યો હતો.

ડૉક્ટરોની ટીમ અને પોલીસ તરત ઘટના સ્થળે પહોચી ગયા હતા. પોલીસે ટ્વીટર પર જણાવ્યું હતું કે એક શંકાસ્પદ વ્યક્તિને સ્ટ્રીધમ વિસ્તારમાં ઠાર કરાઇ હતી. આ ઘટના પૂરી થયા બાદ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હૉન્સન અને લંડનના મેયર સાદિક ખાને પોલીસને ધન્યવાદ આપ્યા હતા.આ પહેલાં એને આતંકવાદી પ્રવૃત્તિમાં સહભાગી થવા માટે જેલની સજા સંભળાવવામાં આવેલી ત્યારે એ કોર્ટમાં સ્મિત કરતો નજરે પડ્યો હતો. પહેલીવાર એને 2018ના મેમાં આતંકવાદી કાવતરું કરવા માટે પકડી પાડવામાં આવ્યો હતો.