પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

29 વર્ષીય રિપબ્લિકન નીરજ અંતાણી ઓહાયો સ્ટેટ સેનેટમાંથી વિજયી બનનાર પ્રથમ ઇન્ડિયન અમેરિકન બન્યાં છે. હાલના સ્ટેટ રિપ્રેઝન્ટેટિવ અંતાણીએ મંગળવારે ડેમોક્રેટિક પાર્ટીના માર્ક ફોજેલને પરાજય આપ્યો હતો અને તેઓ ઓહાયા સ્ટેટના 6 ડિસ્ટ્રિસ્ટ માટે સ્ટેટ સેનેટર તરીકે ચૂંટાયા છે. શપથ લીધા બાદ તેઓ ઓહાયોના પ્રથમ ઇન્ડિયન અમેરિકન સ્ટેટ સેનેટર બનીને ઇતિહાસ રચશે.

અંતાણીએ જણાવ્યું હતું કે મારા જન્મ અને ઉછેર થયો છે તેવા આ સમુદાયના સતત સમર્થન માટે હું તેમનો આભાર માનું છું. મારા ગ્રાન્ટ પેરેન્ટ્સે ભારતમાં બ્રિટિશ શાસન હેઠળ તેમનું મોટાભાગનું જીવન વિતાવ્યું હતું અને સાત દાયકા પહેલા સ્વતંત્રતા મેળવી હતી. તેમના ગ્રાન્ડસન તરીકે ઓહાયોના પ્રથમ ઇન્ડિયન અમેરિકન સ્ટેટ સેનેટર તરીકે વિજય અમેરિકાની સુંદરતા છે. હું મારા પર વિશ્વાસ મુકવા બદલ મતદાતાનો આભાર માનું છું.

પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવતા અંતાણી 23 વર્ષની ઉંમરે 2014માં ઓહાયો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ચૂંટાયા હતા અને અમેરિકાના સૌથી નાના સ્ટેટ લો મેકર્સમાં સ્થાન મેળવ્યું હતું. અંતાણીના માતાપિતા 1987માં અમેરિકામાં આવ્યા હતા અને વોશિંગ્ટન ટાઉનશીપમાં વસ્યા હતા. આ પછીથી તેઓ મિયામીમાં ગયા હતા.