પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીના ભાઈ નેહલ મોદી સામે હવે અમેરિકાના ન્યૂયોર્કમાં કથિત છેતરપિંડીનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. નેહલ મોદી સામે મેનહટન સ્થિત વિશ્વની અગ્રણી ડાયમંડ કંપની સાથે આશરે 2.6 મિલિયન ડોલરની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે.

ઓફિસ ઓફ મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની સાયરસ વેન્સ જુનિયરના 18 ડિસેમ્બરના નિવેદન મુજબ 2015થી આ છેતરપિંડની શરુઆત થઈ હતી. નેહલ મોદીએ સાનુકૂળ ક્રેડિટ ટર્મ અને કન્સાઇનમેન્ટના આધારે એલએલડી ડાયમંડ યુએસએ પાસેથી કથિત રીતે ખોટી રજૂઆત કરીને 2.6 મિલિયન ડોલરના હીરા મેળવ્યા હતા અને સ્વહિત માટે આ હીરાનું વેચાણ કર્યું હતું. .

પ્રોસીક્યુશન અનુસાર, માર્ચ 2015માં, નેહલ મોદીએ તેમને લગભગ 800,000 ડોલરના હીરા આપવા કહ્યું અને દાવો કર્યો હતો કે તેઓ તેને કોસ્ટકો હોલસેલ કોર્પોરેશન નામની કંપનીને વેચાણ માટે બતાવશે. કોસ્ટકો એ એક ચેઇન છે જે પોતાના સભ્યો તરીકે જોડાતા ગ્રાહકોને ઓછા ભાવે હીરા વેચે છે.
નેહલ મોદી પંજાબ નેશનલ બેંક સાથે સંબંધિત આશરે 1.9 બિલિયન ડોલર)ની છેતરપિંડીનો કેસ છે. ભારત સતત નેહલને ભારત પાછા લાવવામાં કાર્યરત છે. ભારતની વિનંતી પર ઇન્ટરપોલે પણ નેહલ સામે રેડ નોટિસ પણ જાહેર કરી છે. જોકે, નેહલનું પ્રત્યાર્પણ હજી બાકી છે.