Nitish Kumar
(Photo by MONEY SHARMA/AFP via Getty Images)

ભારતમાં 2024માં લોકસભાની ચૂંટણી વિરોધ પક્ષો જ્ઞાતિવાદ અને અનામતમાં વધારાનો મુદ્દે લડશે તે લગભગ નિશ્ચિત થઈ ગયું છે. જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની કોંગ્રેસ સહિતના તમામ વિરોધ પક્ષો માગણી કરી રહ્યાં છે ત્યારે બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે મંગળવારે વિધાનસભામાં જ્ઞાતિ સરવેનો રીપોર્ટ રજૂ કરીને રાજ્યમાં અન્ય પછાત વર્ગો (OBC), અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામતમાં વધારો કરવાના ઇરાદાની જાહેરાત હતી. આ માટેનો ખરડો વિધાનસભાના ચાલુ સત્રમાં રજૂ થવાની ધારણા છે.

નીતિશકુમારે જણાવ્યું હતું કે હાલમાં SC અને ST માટેની કુલ અનામત 17 ટકા છે. તેને વધારીને 22 ટકા કરવી જોઈએ. તેવી જ રીતે OBC માટેની અનામત પણ વર્તમાન 50 ટકાથી વધારીને 65 ટકા કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે અગાઉ નોકરી વગેરેમાં ક્વોટાની ટોચમર્યાદા 50 ટકા નિર્ધારિત કરેલી છે.

પાંચ દિવસના શિયાળુ સત્રના બીજા દિવસે તેમણે જણાવ્યું હતું કે અમે યોગ્ય પરામર્શ કર્યા પછી જરૂરી પગલા લઈશું. અમે ચાલુ સત્રમાં જરૂરી ખરડો લાવવાનો ઇરાદો ધરાવીએ છીએ.

નીતિશ કુમારે જણાવ્યું હતું કે તેમની સરકાર આ 94 લાખ પરિવારોને આર્થિક રીતે ફળદાયી કામ કરવા માટે દરેકને રૂ.2 લાખની સહાય આપવાની યોજના બનાવી રહી છે. આ ઉપરાંત, તેમની સરકારે આવાસોના નિર્માણ માટે બેધર હોય તેવા દરેક પરિવારને રૂ.1 લાખ આપવાની યોજના બનાવી છે. અમને વિશેષ શ્રેણીનો દરજ્જો મળશે, તો અમે બે થી ત્રણ વર્ષમાં અમારા લક્ષ્યો હાંસલ કરી શકીશું. અન્યથા વધુ સમય લાગી શકે છે.

નીતિશકુમારે જણાવ્યું હતું કે આ જ્ઞાતિ આધારિત સરવેથી કેન્દ્ર સરકારને દેશવ્યાપી વસ્તી ગણતરી કરવાની ફરજ પડશે. તેમણે બે વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ આવી માગણી કરી હતી.

LEAVE A REPLY

8 + fifteen =