(Photo by Sean Zanni/Getty Images for Equality Now)

કેનેડિયન કવિયત્રી રૂપી કૌરે વ્હાઇટ હાઉસ ખાતે યોજાનારી દિવાળીની ઉજવણી માટેના આમંત્રણને નકારી કાઢ્યું હતું. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં કહ્યું કે ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં અમેરિકાના વલણને કારણે યુએસ સરકારનું આમંત્રણ ઠુકરાવી દીધું હતું. તેને અન્ય દક્ષિણ એશિયાના લોકોને પણ યુએસ સરકાર પાસેથી જવાબદારીની માગણી કરવા અનુરોધ કર્યો હતો.

રૂપી કૌર ટોરોન્ટો સ્થિત કવિ, લેખક અને ચિત્રકાર છે. તેનું પ્રથમ પુસ્તક મિલ્ક એન્ડ હની 2014 માં બહાર આવ્યું હતું. તેની એક મિલિયન નકલો વેચાઈ હતી અને ન્યૂયોર્ક ટાઈમ્સની બેસ્ટ સેલર્સની યાદીમાં પ્રથમ નંબરે રહ્યું હતું. તેની સાહિત્ય કૃતિઓ કાર્ય પ્રેમ, નુકશાન, આઘાત, ઉપચાર, સ્ત્રીત્વ અને માઇગ્રેશનની થીમ્સ પર કેન્દ્રિત છે. તે ઈન્સ્ટાગ્રામ પર ચાર મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવે છે.

શરૂઆતમાં તે  “ઇન્સ્ટાપોએટ” તરીકે જાણીતી બની હતી. કારણ કે સોશિયલ મીડિયા લાખ્ખો ફોલોઅસર્સ સાથે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. ઇન્સ્ટાગ્રામે તેની સેલ્ફ પોટ્રેટ ઇમેજ હટાવી ત્યારે તે ચર્ચામાં આવી હતી. આ તસ્વીરમાં તે  લોહીના ડાઘા સાથે પથારી પર સૂતી દર્શાવવામાં આવી હતી.

અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસે આઠ નવેમ્રે વ્હાઉટ હાઉસમાં દિવાળી સેલિબ્રેશનના કાર્યક્રમનું આયોજન કર્યું છે. દક્ષિણ એશિયાની કેટલીક હસ્તીઓએ કૌરને સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે તેઓ પણ આ કાર્યક્રમનો બહિષ્કાર કરશે. નેટફ્લિક્સની ‘નેવર હેવ આઈ એવર’ની અભિનેત્રી રિચા મૂરજાનીએ કહ્યું કે તે વ્હાઇટ હાઉસમાં ઉજવણીનો બહિષ્કાર કરશે.

LEAVE A REPLY

17 − nine =