( Getty Images)

ઓસ્ટ્રેલિયાની ક્વાન્ટાસ એરલાઇન્સ આગામી મહિને ડેસ્ટીનેશન વિના ઓસ્ટ્રેલિયાનું દર્શન કરાવતી સાત કલાકની ફલાઇટનું સંચાલન કરશે. એક એરપોર્ટ ઉપરથી ઉપડી તે જ એરપોર્ટ ઉપર પાછી ઉતરતી ફલાઇટોનું ચલણ એશિયામાં વધી રહ્યું છે. તાઇવાનની ઇવીએ એરવેઝ, જાપાનની એએનએ હોલ્ડીંગે આવક અને પાઇલટ લાઇસન્સ જાળવણી માટે સાઇટસીઇંગ ફલાઇટ્સ ઓફર કરે છે. સિંગાપુર એરલાઇન્સ પણ આવી ડેસ્ટીનેશન વિનાની ફલાઇટ માટે વિચારે છે. ક્વાન્ટાસ બોઇંગ 787 સીડનીથી ઉપાડી ગ્રેટ બેરીયર રીફ, સીડની હાર્બરનું દર્શન કરાવશે જેની ટીકીટ 787થી 3787 ઓસ્ટ્રેલિયન ડોલરની રહેશે. તાઇવાનની ટાઇગર એર દક્ષિણ કોરીયાના જેજુ ટાપુની પ્રદક્ષિણા કરાવતી ફલાઇટ ઉડાવશે.