પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કેનેડાની  રેસ્ટોરાં અને કાફે હવે તેમના માનવંતા ગ્રાહકોને પ્લાસ્ટિક સ્ટ્રો, ફૂડ કન્ટેનર, ચેકઆઉટ બેગ અથવા કટલરી ઓફર કરશે નહીં. કોર્ટે આવા નિયંત્રણોને ગેરબંધારણીય ગણાવ્યા હોવા છતાં રેસ્ટોરા અને કાફે પર આવા નિયંત્રણો આવશે.

કેનેડામાં ગયા વર્ષે સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધની જાહેરાત કરાઈ હતી. 2030 સુધીમાં ઝીરો પ્લાસ્ટિક વેસ્ટનો લક્ષ્યાંક હાંસલ કરવાની ઓટ્ટાવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે આ નિયમનો તબક્કાવાર અમલ થશે. જોકે નવેમ્બરમાં કાનૂની અવરોધ આવ્યો હતો. ઓઇલ અને કેમિકલ કંપનીઓએ કરેલા એક કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો હતો કે તે “ગેરવાજબી અને ગેરબંધારણીય” છે. સરકારે કોર્ટના ચુકાદા સામે અપીલ કરીને આ નિયમમાં આગળ વધવાનો નિર્ણય કર્યો છે.

તેથી સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન, વેચાણ અથવા સ્ટોરમાં વિતરણ સામે પ્રતિબંધ અમલમાં આવ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર કેનેડિયનો દર વર્ષે 30 લાખ ટન પ્લાસ્ટિક કચરો ફેંકે છે, જેમાં વાર્ષિક 15 અબજ બેગનો સમાવેશ થાય છે. તેમાંથી માત્ર નવ ટકા રિસાયકલ થાય છે.

LEAVE A REPLY

twelve + 20 =