પરમ પૂજ્ય મોરારીબાપૂએ ભારતીય સેનાની ત્રણેય પાંખને ત્રાસવાદના નાશ માટે મોડીરાત્રે હાથ ધરાયેલા સફળ ઓપરેશન બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. ચમોલીથી પૂ. બાપૂએ તેમની વ્યાસપીઠ ઉપરથી કહ્યું હતું કે, ત્રાસવાદના નાશ માટે મોડી રાત્રે 1થી2 વાગ્યા વચ્ચે આ ઓપરેશન કરાયું હતું તે માટે હું તેના માટે આપણા વીર, ધીર અને ગંભીર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ગૃહ પ્રધાન અમિતભાઇ શાહ સાથે સમગ્ર કેબિનેટને અભિનંદન પાઠવું છું. તેમણે દેશની જનતાને પણ શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, સેના દ્વારા કરાયેલી કામગીરી કોઇ દેશ, તેની સેના ઉપર નથી, માત્રને માત્ર ત્રાસવાદ અને તેમના આકાઓ ઉપર છે.
