REUTERS/Anushree Fadnavis

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો હોવાની અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત પછી ભારતે સ્પષ્ટતા કરી હતી કે લશ્કરી કાર્યવાહી રોકવાનો નિર્ણય બંને દેશોએ અરસપરસની વાતચીત કર્યા પછી લીધો છે. આ નિર્ણયમાં કોઈ ત્રીજા દેશની ભૂમિકા નથી.

ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને આઈબી મંત્રાલયે એક પોસ્ટ કરી જણાવ્યું કે આ નિર્ણય સંપૂર્ણપણે દ્વિપક્ષીય છે. એમાં કોઈ ત્રીજા દેશની કોઈ પ્રકારની ભૂમિકા નથી. હકીકતમાં 10મી મેને શનિવારે સાંજે 6:07 કલાકે માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક પોસ્ટ કરીને કહ્યું કે સીઝફાયર પર સહમતિ સંપૂર્ણ રીતે દ્વિપક્ષીય છે. એટલે કે અમેરિકા વચ્ચે નથી.

વિક્રમ મિસરીએ કહ્યું હતું કે પાકિસ્તાનના ડીજીએમઓએ શનિવારે બપોરે ફોન પર વાતચીત કરી હતી. એટલે ભારતે પોતાની શરતો પર સીઝફાયર કર્યો છે અને 12મી મેએ બંને દેશોના ડીજીએમઓ ફરીથી વાતચીત કરશે.

LEAVE A REPLY