Pharmacist Dushyant Patel jailed, supplying illegal drugs

નોટિંગહામની શેરીઓમાં 19 વર્ષીય બ્રિટિશ ભારતીય કિશોરી ગ્રેસ ઓ’મેલી કુમાર તથા તેના મિત્ર બાર્નાબી વેબર અને 65 વર્ષીય ઇયાન કોટ્સની છરા મારી હત્યા કરવા અંગે પોલીસે 31 વર્ષીય એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ વાલ્ડો અમિસાઓ મેન્ડેસ કેલોકેન પર શુક્રવારે ત્રણ આરોપ મૂકી તેને શનિવારે નોટિંગહામ ક્રાઉન કોર્ટમાં હાજર કરાયો હતો.

વેસ્ટ આફ્રિકા અને પોર્ટુગલમાં ગિની-બિસાઉની બેવડી રાષ્ટ્રીયતા ધરાવતો વાલ્ડો કેલોકેન તેની પોર્ટુગીઝ નાગરિકતાના આધારે યુકેમાં સ્થાયી થયો હતો. વાલ્ડોને મંગળવારે અધિકારીઓએ ટેઝર ગન વડે શૂટ કરી પકડ્યો હતો. તેના પર વાન વડે ત્રણ રાહદારીઓને કચડી નાંખવાનો પણ આરોપ છે. જેમાંથી બે હજુ હોસ્પિટલમાં સ્થિર સ્થિતિમાં છે અને ત્રીજાને રજા આપવામાં આવી છે.

યુકેના મીડિયા અહેવાલો અનુસાર, આફ્રિકામાં પોર્ટુગીઝ બોલતા દેશ ગિની-બિસાઉનો કેલોકેન તેના માતા-પિતા સાથે 2007માં બ્રિટન આવ્યો હતો. તેમને 2006 માં પોર્ટુગીઝ નાગરિકત્વ આપવામાં આવ્યું હતું. તે નોટિંગહામ યુનિવર્સિટીનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો અને ગયા વર્ષે મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયો હતો.

ગ્રેસ ઓ’મેલી કુમારની માતા, એનેસ્થેટીસ્ટ ડૉ. સિનેડ ઓ’મૅલી મૂળ આયર્લેન્ડના ડબલિનના છે. જેમણે કેન્ડલ લાઇટ વિજીલમાં ગ્રેસને શ્રધ્ધાજલિ આપી હતી.

LEAVE A REPLY

18 + nineteen =