(istockphoto)

ચારમાંથી ત્રણ રાજ્યોમાં વિજય સાથે ભાજપના સત્તા હેઠળના રાજ્યોની સંખ્યા વધી હવે 12 થઈ છે. આ ઉપરાંત ભગવા પાર્ટી ચાર રાજ્યો મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેન્ડ અને સિક્કિમમાં સત્તારૂઢ ગઠબંધનનો પણ હિસ્સો છે. બીજી તરફ કોંગ્રેસ શાસિત રાજ્યોની સંખ્યા ઘટીને ત્રણ થઈ છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસે સત્તા ગુમાવવી પડી છે.

ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) દ્વારા શાસિત રાજ્યોમાં હવે લોકસભા 543 બેઠકોમાંથી લગભગ અડધી બેઠકો હશે. દિલ્હી અને પંજાબમાં તેની સરકારો સાથે આમ આદમી પાર્ટી (AAP) હવે ત્રીજી સૌથી મોટી રાષ્ટ્રીય પાર્ટી બની છે.

કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ ઉત્તરાખંડ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, ગોવા, આસામ, ત્રિપુરા, મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં સત્તામાં છે તથા હવે મધ્યપ્રદેશને જાળવી રાખ્યું છે. રાજસ્થાન અને છત્તીસગઢને કોંગ્રેસ પાસેથી છીનવી લીધા છે.

કોંગ્રેસ બિહાર અને ઝારખંડમાં શાસક ગઠબંધનોનો પણ ભાગ છે અને તમિલનાડુમાં સત્તામાં રહેલા ડીએમકેનો સાથી છે. જો કે કોંગ્રેસ તમિલનાડુ સરકારનો ભાગ નથી

વિધાનસભા ચૂંટણીનો આગામી રાઉન્ડ 2024માં યોજાશે. સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં આવતા વર્ષે ચૂંટણી થશે, જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં પણ વિધાનસભાની ચૂંટણી બાકી છે.

LEAVE A REPLY

five × five =