(ANI Photo)

હરિયાણાના નુહ જિલ્લામાં સોમવાર, 31 જુલાઇએ હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ફાટી નીકળેલા રમખાણોનો મૃત્યુઆંક વધીને ચાર થયો હતો અને તેમાં ઓછામાં ઓછા 45 લોકો ઘાયલ થયા હતા. તોફાનીઓએ બે હોમ ગાર્ડ જવાનોની પણ ગોળી મારીને હત્યા કરી હતી. હિન્દુ ધર્મની એક ધાર્મિક યાત્રા પર મુસ્લિમોને પથ્થરમારોને કારણે રમખાણો ફાટી નીકળ્યા હોવાનું માનવામાં આવે છે.

પોલીસે જણાવ્યું હતું કે નૂહના ખેડલા મોડમાં ટોળાએ ધાર્મિક સરઘસને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પથ્થરમારો કર્યો હતો અને કારને આગ લગાવી હતી. હુમલાખોરોએ હોમગાર્ડ્સને ગોળી મારી દેવામાં આવી હતી. રાતભરની હિંસામાં ત્રીજા વ્યક્તિનું મોત થયું હતું. વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા આયોજિત બ્રિજ મંડળ જલાભિષેક યાત્રાને યુવાનોના એક જૂથે ગુરુગ્રામ-અલવર નેશનલ હાઈવે પર રોકી હતી. પલવલ અને ગુરુગ્રામના વિસ્તારોમાં પણ પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ નોંધાઈ હતી. જિલ્લામાં હિંસા વધુ ન વધે તે માટે નૂહમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ગુરુગ્રામ, પલવલ અને ફરીદાબાદમાં પણ મોટા મેળાવડા પર પ્રતિબંધ મૂકતા પ્રતિબંધિત આદેશો મૂકવામાં આવ્યા છે.

પોલીસે સાંપ્રદાયિક હિંસાના સંબંધમાં લગભગ 20 કેસ નોંધ્યા છે અને ઘણા લોકોની અટકાયત કરી છે. તેઓ ગુનેગારોને ઓળખવા માટે સુરક્ષા કેમેરાના ફૂટેજ સ્કેન કરી રહ્યા છે.તીવ્ર સાંપ્રદાયિક તણાવ ને કાબૂમાં રાખવા અને અફવાઓને રોકવા માટે નૂહમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરાઈ હતી. રાજ્યના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર અને અન્ય નેતાઓએ લોકોને શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરી હતી.

હિંસામાં અનેક વાહનોને આગ ચાંપવામાં આવી હતી. પોલીસે તોફાનીની વેરખી નાંખવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને હવામાં ફાયરિંગ કર્યું હતું. પોલીસે વધારાના દળોને તૈનાત કર્યા હતા. વ્યાપક હિંસાને પગલે મહિલાઓ અને બાળકો સહિત આશરે 2,500 લોકોએ એક મંદિરમાં આશ્રય લેવો પડ્યો હતો. હિંસા વધી જતાં ટોળા દ્વારા સરકારી અને ખાનગી વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ભગવા યાત્રા જિલ્લાના નલ્હાડ મહાદેવ મંદિરથી નીકળીને ઝંડા પાર્ક પહોંચી ત્યારે મુસ્લિમોના ટોળાએ પથ્થરમારો શરૂ કર્યો હતો. આ પછી હિન્દુવાદી સંગઠનોના લોકો પણ ઉશ્કેરાયા અને જવાબમાં પથ્થરમારો કરવામાં આવ્યો. આ હિંસા એટલી વ્યાપક હતી કે પોલીસકર્મીઓ ઓછા પડતા જોવા મળ્યા હતા. પોલીસ થોડા સમય માટે પીછેહઠ કરી હતી અને થોડા સમય બાદ મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

fourteen − 10 =