ભારતે બુધવારે પાકિસ્તાનને પહેલગામ ત્રાસવાદી હુમલાનો ઓપરેશન સિંદૂર દ્વારા જવાબ આપ્યો હતો. ભારતની વળતી કાર્યવાહી પછી વિશ્વભરમાં પ્રતિક્રિયા સામે આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતના નેશનલ સીક્યુરિટી એડવાઇઝર-NSA અજીત ડોભાલે આ અંગે અનેક દેશોના સક્ષમ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. NSA અજીત ડોભાલે યુકેના NSA જોનાથન પોવેલ, સાઉદી અરબના NSA મુસૈદ અલ એબન, UAEના NSA એચ.એચ. શેખ તહેનૂન અને સેક્રેટરી જનરલ અલી અલ શમ્સી અને જાપાનના NSA મસાટાકા ઓકાનો સાથે ચર્ચા કરી હતી. ડોભાલે રશિયાના NSA સર્ગેઈ શોઇગુ, ચીનના વિદેશ પ્રધાન વાંગ યી અને ફ્રાન્સના પ્રેસિડેન્ટના પોલિટિકલ એડવાઇઝરને પણ ફોન કરી આ અંગે માહિતી આપી હતી.
