ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના ટોચના ત્રાસવાદી મસૂદ અઝહરના પરિવારનો સફાયો થયો છે. ભારતની એરસ્ટ્રાઇકમાં જૈશ-એ-મોહમ્મદના ત્રાસવાદી અઝહરના પરિવારના 10 સભ્યોના મોત થયા છે અને તેના ચાર નજીકના સાગરીતોના પણ મોત થયાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાનના બહાવલપુરમાં થયેલા ભારતીય હુમલામાં અઝહરનું આખો પરિવાર ખતમ થયું છે. જૈશ-એ-મહમ્મદે આ અંગે નિવેદન આપીને ઘટનાની પુષ્ટિ કરવામાં આવી હતી. આ તમામ મૃતકોની બુધવારે જ દફનવિધિ કરવામાં આવી હતી. જૈશના નિવેદન મુજબ, મૌલાના મસૂદ અઝહરની મોટી બહેન અને મૌલાના કશફનો પરિવાર, મુફ્તી અબ્દુર રઉફના પૌત્રો-પૌત્રીઓ આ હુમલામાં મોતને ભેટ્યા છે, જ્યારે અનેક પરિવારજનો ઘાયલ થયા છે. આ હુમલામાં પરિવારના ખતમ થયા પછી મસૂદ અઝહરે કહ્યું હતું કે, મારુ પણ મૃત્યુ થયું હોત તો સારું હતું. આ હુમલામાં અત્યાર સુધીમાં 90 આતંકીઓના ઠાર થવાની ખબર છે. ભારતીય ગુપ્તચર એજન્સી- રો (RAW-રીસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ) દ્વારા હુમલો કરવા માટે તમામ સ્થળો નક્કી કરવામાં આવ્યા હતા, જેના આધારે લશ્કર અને જૈશના ઠેકાણા ઉપર હુમલા કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY