Nurses in England, Wales and Northern Ireland will go on strike on Thursday
Nurses (Photo by Kirsty Wigglesworth-Pool/Getty Images)

બ્રિટનમાં નર્સિંગ અભ્યાસક્રમોમાં અરજીઓનો “વિસ્ફોટ” દર્શાવતા સત્તાવાર ડેટા પ્રમાણે NHSએ પાછલા વર્ષમાં નર્સો અને મિડવાઇવ્સની “રેકોર્ડ નંબર”માં ભરતી કરી છે. નર્સિંગ અને મિડવાઇફરી કાઉન્સિલે તેના અપ્રુવ્ડ પ્રોફેશનલ્સમાં અત્યાર સુધીની સૌથી મોટી વાર્ષિક વૃદ્ધિ નોંધાવી છે. લગભગ 18,370 નર્સો, મિડવાઇફ્સ અને નર્સિંગ એસોસિએટ્સને તા. 31 માર્ચ, 2020 સુધીમાં તેના કાયમી રજિસ્ટરમાં ઉમેર્યા છે જે સાથે કુલ સંખ્યા 716,607 પર પહોંચી છે. માર્ચ 2019 અને 2020ની વચ્ચે એકલા લાયક નર્સોની સંખ્યા 12,131 વધીને 294,553 થઈ હતી. આ આંકડામાં બહાદુરીથી ફ્રન્ટ લાઇનમાં પાછા ફરનારા ભૂતપૂર્વ વ્યાવસાયિકોનો સમાવેશ થતો નથી.

દરમિયાન, ઇંગ્લીશ યુનિવર્સિટીઓમાં નર્સિંગ અને મિડવાઇફરી વિદ્યાર્થીઓની સંખ્યા સતત બીજા વર્ષે વધી હતી. ગયા વર્ષના 6.4 ટકાના વધારા સામે નર્સિંગ અને મિડવાઇફરી અભ્યાસક્રમોમાં પ્રવેશ ઇચ્છતા લોકોની સંખ્યામાં 16 ટકાનો વધારો થયો છે. નોંધપાત્ર રીતે, જાન્યુઆરીથી જૂન વચ્ચે નવા અરજદારોની સંખ્યામાં ગયા વર્ષની સરખામણીએ 68 ટકાનો વધારો નોંધાયો હતો. એકંદરે, જૂન 2020ના અંત સુધીમાં લગભગ 47,320 એપ્લિકેશન આવી હતી.

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને આ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે તેજસ્વી નર્સો અને મિડવાઇફ્સને પ્રતિભાશાળી અને મૂલ્યવાન ગણાવી નર્સિંગ અને મિડવાઇફરીમાં ડિગ્રી કરતા વિદ્યાર્થીઓને સરકાર પાસેથી વર્ષે ઓછામાં ઓછા £5,000 વધારાની સહાય તરીકે મળશે.”