પ્રતિક તસવીર

સ્થૂળતા અને ટાઇપ 2 ડાયાબિટીસના વધતા સ્તરને પહોંચી વળવાના NHS પ્રયાસના ભાગરૂપે વજન ઘટાડવા માટે સંઘર્ષ કરી રહેલા લોકો હવે સ્થાનિક હાઈ સ્ટ્રીટ ફાર્મસીઓમાં સારવાર મેળવી શકે છે.

હાઈ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસ ધરાવતા મેદસ્વી દર્દીઓને ઈંગ્લેન્ડમાં 12-અઠવાડિયાના વેઇટ મેનેજમેન્ટ પ્લાનને ઍક્સેસ કરી શકે તે માટે પહેલાં તેમના જીપી દ્વારા જોવાતા હતા. જો કે, હવે તેઓ તેમના ફાર્માસિસ્ટની મદદથી મફત ઓનલાઈન NHS વેઈટ-લોસ પ્રોગ્રામ વિશે પૂછી શકશે. હવેથી હાઇ-સ્ટ્રીટ ફાર્માસિસ્ટ લોકોને પ્રોગ્રામમાં સાઇન અપ કરી શકશે. આ યોજનાનો લાભ 30 થી વધુ બોડી માસ ઇન્ડેક્સ (BMI) ધરાવતા કોઈપણને ઓફર કરવામાં આવે છે. તંદુરસ્ત BMI 18.5 અને 24.9 ની વચ્ચે માનવામાં આવે છે અને ઓવરવેઇટ લોકોનો BMI 25 અને 30 ની વચ્ચે હોય છે.

ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધારે હોવાથી એશિયન, અશ્વેત અને લઘુમતી વંશીય પશ્ચાદભૂના લોકો 27.5ના નીચા BMI પર પ્રોગ્રામમાં જોડાઈ શકે છે.

12-અઠવાડિયાના કાર્યક્રમમાં આહાર અને વ્યાયામ પર અનુરૂપ યોજનાઓ, સહાયક એપ્લિકેશન્સની ઍક્સેસ અને કેટલાક લોકોને તેમનું વજન ઘટાડવા વેગ આપવા માટે વન-ટુ-વન તાલીમ અને સપોર્ટ ઓફર કરવામાં આવશે. એકવાર રેફરન્સ અપાયા પછી દસ દિવસમાં વ્યક્તિનો સંપર્ક કરવામાં આવશે. રેફરલ પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ કરવા માટે આમંત્રિત કરતી લિંક સાથે ટેક્સ્ટ દ્વારા વ્યક્તિનો સંપર્ક કરવામાં આવશે. બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશને આગાહી કરી છે કે ડાયાબિટીસને કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ભોગ બનેલા લોકોની સંખ્યામાં 2015ની સરખામણીમાં 2035 સુધીમાં 29 ટકાનો વધારો થવાની સંભાવના છે.