(istockphoto.com)

ભારત સરકારે રવિવારે તપાસ એજન્સીઓને યુએસ, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં છુપાયેલા તમામ ખાલિસ્તાની આતંકવાદીઓને ઓળખવા અને તેમના OCI કાર્ડને રદ કરવા સૂચના આપી હતી, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.

ભારતની આતંક વિરોધી તપાસ એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ યુકે, યુએસ, કેનેડા, દુબઈ, પાકિસ્તાન અને અન્ય દેશોમાં રહેતા 19 ભાગેડુ ખાલિસ્તાની આતંકવાદીઓની યાદી તૈયાર કરી છે. આ આતંકીઓની મિલકતો પણ જપ્ત કરાશે. આ કાર્યવાહી કડક આતંકવાદ વિરોધી કાયદા UAPA હેઠળ કરવામાં આવશે. આ આતંકવાદીઓ પર વિદેશમાંથી ભારત વિરોધી પ્રચાર કરવાનો આરોપ છે.

યાદીમાં યુકેમાં છુપાયેલા પરમજીત સિંહ પમ્મા, કુલવંત સિંહ મુથરા, સુખપાલ સિંહ, સરબજીત સિંહ બેનૂર, કુલવંતસિંહ ઉર્ફે કાન્તા, ગુરપ્રીત સિંહ ઉર્ફે બાગી, દુપિન્દર જીત જેવા ખાલિસ્તાનીઓના નામ છે. યુ.એસ.માં રહેતા જય ધાલીવાલ, હરપ્રીત સિંઘ ઉર્ફે રાણા સિંઘ, હરજાપ સિંઘ ઉર્ફે જપ્પી સિંઘ એસ હિમ્મત સિંઘના પણ નામો છે.

LEAVE A REPLY

1 × four =